જાન્યુઆરી 2021 દરમિયાન હોંગકોંગમા થતી ઝવેરાતની નિકાસમાં 19.4 ટકાનો ઉત્સાહજનક વધારો

508

ડાયમંડ ટાઈમ્સ

જાન્યુઆરી 2021 દરમિયાન ભારતમાથી હોંગકોંગમા થતી ઝવેરાતની નિકાસમાં 19.4 ટકાનો વધારો થયો છે.નિકાસની આ રફતાર ગત વર્ષનાં નવેમ્બર મહીનાથી જ જોવા મળી હતી.અહેવાલ મુજબ નવેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન ઝવેરાતની નિકાસમાં ગત કેલેન્ડર વર્ષ -2019 ની સરખામણીએ 13.6 ટકાનો વધારો થયો છે.મળતા અહેવાલ મુજબ કોવિડ – 19 નું આક્રમણ ઘટ્યા પછી ડીસેમ્બર-2020માં જ નિકાસ વૃદ્ધિ નોંધાવી હતી.ગત વર્ષના અંતિમ ચરણમાં નિકાસની શરૂ થયેલી મજબૂત વૃદ્ધિની ગતિ જાન્યુઆરીમાં પણ અવિરત ચાલુ રહી છે.ચીન અને હોંગકોંગની અર્થ વ્યવસ્થામાં મજબૂત વૃદ્ધિ થતા હજુ પણ આગામી સમયમા ઝવેરાતની માંગ વધવાની અપેક્ષાઓ છે.