હોંગકોંગ કસ્ટમ વિભાગે શેન્ઝેન બોર્ડર પરથી કરોડોના દાણચોરીના હીરા જપ્ત કર્યા

814

DIAMOND TIMES – હોંગકોંગના કસ્ટમ વિભાગે ચીન અને હોંગકોંગને જોડતી શેન્ઝેન બોર્ડર પરના શા તાઈ કોક કંટ્રોલ પોઇન્ટ પરથી રૂટીન ઈન્સ્પેકશન દરમિયાન અંદાજે 24.5 મિલિયન હોંગકોંગ ડોલરના મુલ્યના 1302થી વધુ દાણચોરીના હીરા જપ્ત કર્યા છે. મીડીયા અહેવાલ મુજબ ગત તારીખ 3 જુન અને ગુરૂવારના રાત્રીના લગભગ 8 વાગ્યાની આસપાસ શેન્ઝેન તરફ જઇ રહેલી ટ્રકની શા તાઈ કોક કંટ્રોલ પોઇન્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂટીંગ ચેકીંગ કરતા આ હીરાની દાણચોરીનો કેસ બહાર આવ્યો હતો.

કસ્ટમ વિભાગના અધિકારીઓએ મીડીયાને આપેલી માહીતી અનુસાર શેન્ઝેન બોર્ડર પર શા તાઈ કોક કંટ્રોલ પોઇન્ટ પર એક ટ્રકને અટકાવી રૂટીન ઈન્સ્પેકશન કરવામાં આવ્યુ હતુ.જેમા ટ્રકના ડ્રાઇવર દ્વારા અધિકારીઓને આપવામાં આવેલા દસ્તાવેજમાં ગોલ્ડ બારની ડીલીવરી કરવાનો કાયદેસર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પરંતુ કસ્ટમના અધિકારીઓને શંકા જતા ટ્રકની બારીકાઈથી ચકાસણી કરતા 1,302 હીરા, 330 ગ્રામ હીરા જડીત ચિપ્સ, મુલ્યવાન રત્ન જેડ અને સેફાયર સાથે કુલ પાંચ લાખ હોંગકોંગ ડોલરની કીંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.