હોંગકોંગ અને ભારત વચ્ચે જેમ એન્ડ જ્વેલરીનો કારોબાર વધારવા બિઝનેસ નેટવર્કિંગ મીટનું આયોજન થયુ

51

DIAMOND TIMES  – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ હોંગકોંગ સાથે ઇન્ડિયા ગ્લોબલ કનેક્ટ અને બિઝનેસ નેટવર્કિંગ મીટની 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. ભારત પોતાની ત્રીજા ભાગના રત્નો અને આભુષણોની નિકાસ હોંગકોંગમાં કરે છે.તેમ છતાં હોંગકોંગ માર્કેટમા ભારતનો હિસ્સો માત્ર 12 ટકા જેટલો જ છે.આ બિઝનેશ મીટ ભારતનાં રત્નો અને આભુષણોના ઉત્પાદકો, છુટક વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓને હોંગકોંગના વેપાર સાથે જોડીને વેપારની નવી તકો ઉભી કરે છે.

સહભાગીઓનું માનવું છે કે ભારત અને હોંગકોંગ વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરવા માટે હાલની આર્થિક અને વ્યવ્સાયિક સ્થિતિઓ,જ્વેલરી વલણો અને વેપાર પ્રક્રિયાઓ જરૂરી છે.તેઓ એ કોરોના મહામારીના પગલે હોંગકોંગ અને ભારત વચ્ચે કારોબારમાં 25 અબજ ડોલરની વેપાર ખોટને પણ ધ્યાને લીધી હતી.આ વર્ચ્યુઅલ મીટમાં ભારતીય કોન્સ્યુલેટ- કાઉન્સિલના જનરલ શ્રીમતી પ્રિયંકા ચૌહાણ,GJEPC ના ચેરમેન કોલિન શાહ, સંયુક્ત સચિવ સુરેશ કુમાર,હોંગકોંગ ઇન્ડિયન ડાયમંડ એસોસિએશન તરફથી રાકેશભાઈ ઝવેરી, અર્ઘો ડાયમંડના રાજુભાઈશાહ,યુનિરિચ જ્વેલરી લિમિટેડના સોહન ગોએન્કા,હિની સ્ટાર લિમિટેડના રમેશ વિરાણી,ધરમ ક્રિએશન્સના કિરણ પટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રણવીર સિંહ, કેડિયા જેમ્સ ઇમ્પેક્સના વિજય કેડિયા,વિર જેમ્સના દિલીપ શાહ, આનંદ ઇન્ટરનેશનલના મનીષ જીવાણી, કન્વીનર મનસુખ કોઠારી, કો-ઓર્ડિનેટર જુલિયસ ઝેંગ અને ઇવેન્ટના સંચાલક મિલન ચોક્સી સહીતના દીગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

હોંગકોંગના ભારતીય કોન્સ્યુલેટના કાઉન્સિલ જનરલ શ્રીમતી પ્રિયંકા ચૌહાણે જણાવ્યું હતું કે જેમ્સ અને જ્વેલરી સેક્ટરના હોંગકોંગના બજારમાં ભારતે હજુ ઉંડાણ પૂર્વક પ્રવેશ કરવાની જરૂર છે.આ ક્ષેત્રે હજુ ઘણો નિકાસ વધારવાનો અવકાશ છે.આજના યુગમાં રત્નો અને જ્વેલરી ક્ષેત્ર ખુબ જ ઉચ્ચ સ્તરીય છે.ભારત અત્યારે હોંગકોંગનો 7 મો સૌથી મોટો વેપાર ભાગીદાર છે.

GJEPC ના ચેરમેન શ્રી કોલિન શાહે જણાવ્યું હતું કે જેમ્સ અને જ્વેલરી સેક્ટર સમગ્ર રાષ્ટ્રની GDP માં 1 ટકા જેટલો ફાળો આપે છે.અમે 43.75 અબજ ડોલરના લક્ષ્યને હાંસલ કરવા માટે ટ્રેક પર છીએ.આપણો દેશ વિશ્વમાં કટ અને પોલિશ્ડ જ્વેલરીમાં પ્રથમ ક્રમે છે.જ્યારે સોના, ચાંદી અને સિન્થેટિક જ્વેલરીમાં બીજુ સ્થાન ને રત્નોમાં પાંચમાં સ્થાને છીએ.ભારત વિશ્વભરમાં સૌથી મહત્વપુર્ણ નિકાસકારોમાં અગ્રણી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સુરેશ કુમારે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ માલ સામાનની નિકાસમાં 85 ટકાના વધારા સાથે જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં સુધારો જોઈ રહ્યા છીએ.જે અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં અમારી નિકાસ પાછલા વર્ષ કરતા ઘણી વધી રહી છે. આનંદ થાય છે કે GJEPCનું ગ્લોબલ કનેક્ટ ઉદ્યોગ માટે દેશભરમાં નિકાસને કેવી રીતે પુનર્જીવિત કરવી તે સમજવામાં સફળ અને મદદરૂપ થઈ છે.