તહેવારોની પૂર્ણાહુતિ : વેપાર-ધંધાના શ્રીગણેશ

28

શ્રીશુભ 卐 શ્રીલાભ
શુભ લાભ પાંચમ
આપના વ્યક્તિગત તથા વ્યવસાયિક જીવનમાં શુભ લાભ,રિદ્ધિ સિદ્ધિ,યશ કીર્તિ,સફળતા,સૌભાગ્ય,સુખ-શાંતિ અને શ્રીસરસ્વતિનો સુભગ સમન્વય સદૈવ આપની સંગાથે રહે તેવી લાભ પાંચમના શુભ દીને ડાયમંડ ટાઇમ્સ પરિવાર તરફથી શુભેચ્છાઓ સહ મંગળકામનાઓ…

DIAMOND TIMES- દિવાળીના વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ દિવસે વેપાર-ધંધા સાથે સંકળાયેલા કારોબારીઓએ મુહુર્ત સાચવ્યુ છે.નવી આશા અને ઉમંગ સાથે નવુ વર્ષ ફળદાયી રહે તેવી કામના સાથે વેપાર-ધંધા પુન : ધમધમતા થયા છે.બજારોમાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ છે.જો કે હીરા ઉદ્યોગમાં હજુ પણ વેકેશન યથાવત છે.

લાંબા સમય પછી કોરોના કાબુમાં આવતા લોકોએ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરી છે.દીવાળીના તહેવારોમાં લોકોએ સોનાના દાગીના સહીત અન્ય ચીજોની ધૂમ ખરીદી કરી હતી.હવે આગામી લગ્નસરાની ખરીદી શરૂ થવાની હોવાથી વેપારીઓમાં પણ નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વેપારીઓ શુભ ચોઘડીયે શુભ મુહુર્ત સાચવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.