બેનમુન કલાકારી ધરાવતી રશિયાની ઐતિહાસિક જ્વેલરીનું મોસ્કોમાં પ્રદર્શન

712

DIAMOND TIMES –  રશિયાના નાણા મંત્રાલય દ્વારા રશિયન જ્વેલરી આર્ટના ઇતિહાસને સમર્પિત મોસ્કો ફાઇનાન્સિયલ ફોરમના ભાગરૂપે રશિયન જ્વેલરી આર્ટની જીત ટાઈટલ હેઠળ અદ્દભુત કલાકારી ધરાવતી રશિયાની ઐતિહાસિક જ્વેલરીનું પ્રદર્શન મોસ્કો ખાતે આયોજીત થયુ છે. જેમા ગોખરાન દ્વારા રશિયન ફેડરેશનના ડાયમંડ ફંડમાં રાખવામાં આવેલા મહાન રશિયન સામ્રાજ્યના શાહી ક્રાઉનની પ્રતિકૃતિ સહીતની જ્વેલરી તેમજ રશિયન નાણા મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ આર્ટ ધરાવતા આભુષણો પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય રશિયાની જ્વેલરી ઉદ્યોગની શ્રેષ્ઠતા અને ઐતિહાસિક જર્નીની ઉજવણી કરવાનો છે.

આ પ્રદર્શન મોસ્કોમાં પ્રથમ જ્વેલરી પ્રદર્શનની 190 મી એનિવર્સરી, લંડનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની 170મી એનિવર્સરી,નિઝની નોવગોરોડમાં રશિયન સામ્રાજ્યના મુખ્ય પ્રદર્શનની 125 મી એનિવર્સરી, જ્વેલરી ડીઝાઈનર કાર્લ ફેબર્જની 175મી એનિવર્સરી તેમજ રશિયન સામ્રાજ્યની 300મી એનિવર્સરીના શુભ સંયોગને સમર્પિત છે.

રશિયન સામ્રાજ્યના શાહી તાજની ક્રિસ્ટલ પ્રોડક્શન એસોસિએશન અને સ્મોલેન્સ્ક ડાયમંડ્સ જ્વેલરી ગ્રુપ દ્વારા 2013માં હાઉસ ઓફ રોમનોવની 400મી વર્ષગાંઠ નિમિત્તે રશિયન નાણાં મંત્રાલય અને ગોખરણના આશ્રય હેઠળ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.આ તાજનો ઉપયોગ 1762માં કેથરિન ધ ગ્રેટથી શરૂ થતા તમામ રશિયન રાજાઓના રાજ્યાભિષેક દરમિયાન થયો હતો.કિંમતી પ્રતિકૃતિ સફેદ સોનાથી બનેલા આ તાજમાં અલરોઝાના 11,352 હીરા, 384-કેરેટ રૂબેલાઇટ જડવામાં આવ્યા છે.

મિન્ટ્સ ઓફ રશિયા બ્રાન્ડ દ્વારા સ્મારક ચંદ્રકો પ્રદર્શિત કરાશે.ધ મિન્ટ્સ ઓફ રશિયા બ્રાન્ડનો ઇતિહાસ ભવ્ય છે.1724માં સમ્રાટ પીટર દ્વારા સેન્ટ પીટર્સબર્ગ મિન્ટની સ્થાપના કરવામાં આવી હતી.નવી ટેકનોલોજી અને શ્રેષ્ઠ માસ્ટર્સની કલાત્મક દ્રષ્ટિનો ઉપયોગ કરીને ધ મિન્ટ્સ ઓફ રશિયા સદીઓ જૂની પરંપરાઓને સુંદર રીતે લખે છે.વર્તમાન આધુનિક જીવનમાં આ બ્રાન્ડ સ્મારક ચંદ્રકો અને પુરુષોના ઘરેણાંની એક્સેસરીઝનો સંગ્રહ તેમજ હિસ્ટ્રી ઓફ મની ટાઈટલ હેઠળ રશિયાએ મેળવેલા એવોર્ડ્સ, યુધ્ધમાં રશિયાએ મેળવેલ વિજય ચંદ્રકો અને મહિલાના ઘરેણાંનો સંગ્રહ વ્હાઇટ નાઇટ્સ રજુ કરશે.

અન્ય ઐતિહાસિક આભુષણોમાં કાર્લ ફેબર્જની 175 મી વર્ષગાંઠ નિમિત્તે નિર્મિત અલરોઝા બ્રાન્ડના મહિલાઓના ઘરેણાંનો અનોખો સંગ્રહ પ્રદર્શનમાં રજૂ થશે.સ્ટેટ હર્મિટેજ મ્યુઝિયમના સંગ્રહમાં સચવાયેલી વિશ્વ વિખ્યાત જ્વેલરી કંપનીના દુર્લભ સ્કેચ અનુસાર સંગ્રહની 11 વસ્તુઓ બનાવવામાં આવી હતી.સંગ્રહની શૈલી રશિયન જ્વેલરી આર્ટની જૂની પરંપરાઓ, મહાન જ્વેલરના તેજસ્વી વિચારો અને જ્વેલરી ફેશનમાં આધુનિક વલણોના તત્વોને જોડે છે.ઉપરાંત રશિયન રાજકુમારના 800મા જન્મદીન માટે બનાવેલ પેન્ડન્ટ “એલેક્ઝાન્ડર નેવસ્કી” પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.