હિન્દુઓની દીકરીઓને વિધર્મીઓ ઉઠાવી જાય એ નહી ચાલે : CM રૂપાણી

199

લવ જેહાદનો કડક કાયદો લાવીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ડાયમંડ ટાઈમ્સ
ગોધરા ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેર સભા યોજાઈ હતી.ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.આ જન્સભામાં મુખ્યમંત્રીએ લવ જેહાદ વિશે કડક કાયદો લાવવાની વાત કરી હતી.સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામકરણ અંગે કોંગ્રેસે કરેલા વિરોધનો પણ જવાબ આપ્યો હતો.

લવ જેહાદનો કાયદા અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું. હિન્દુઓની દીકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહિ.આગામી વિધાનસભા સત્રમાં આ માટે હું કાયદો લાવવા પ્રયત્ન કરીશ.