ઉચ્ચ મુલ્ય ધરાવતા મોટી સાઈઝના રફ હીરાના વેંચાણ થકી પેટ્રાની આવકમાં જંગી વૃદ્ધિ

29

DIAMOND TIMES -લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અને રફ માઈનિંગ ક્ષેત્રે કાર્યરત પેટ્રા ડાયમન્ડ્સ લિમિટેડનું મુખ્ય મથક ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે આવેલા આઈસલેન્ડ જર્સી ખાતે આવેલું છે.આફ્રીકન દેશોમાં ખાણો ધરાવતી  સૌથી મોટી હીરા ઉત્પાદક કંપની પેટ્રા દક્ષિણ આફ્રિકા,તાંઝાનિયા અને બોટ્સવાનામાં હીરા ખાણકામ અને સંશોધન કાર્ય સાથે સંકળાયેલી કંપની છે.દક્ષિણ આફ્રિકાની પ્રખ્યાત કુલીનન ડાયમંડ ખાણ પેટ્રાની માલિકીની છે.જે ઉચ્ચ મુલ્ય ધરાવતા રફ હીરાના ઉત્પાદન માટે વિખ્યાત છે.કુલિનાન ઉપરાંત અન્ય કેટલીક ખાણામાથી પ્રાપ્ત ઉચ્ચ મુલ્ય ધરાવતા મોટી સાઈઝના રફ હીરાના વેંચાણ થકી પેટ્રાની આવકમાં જંગી વૃદ્ધિ નોંધાણી છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દક્ષિણ આફ્રિકાની ખાણોમાંથી રફ હીરાના ઉત્પાદનમાં 48 ટકાનો વધારો નોંધાયો છે.મહત્વની બાબત તો એ છે કે દક્ષિણ આફ્રિકાની ખાણોમાંથી પેટ્રાને અત્યંત ઉંચ મુલ્ય ધરાવતા મોટી સાઈઝના કેટલાક રફ હીરા મળી આવ્યા છે.જેમા 40.18 મિલિયન ડોલરની કીંમતનો 39.34 કેરેટનો બ્લુ કલરનો હીરો,10 મિલિયન ડોલરની કીંમતનો 342.92 કેરેટનો ટાઇપ IIa વ્હાઇટ કલરનો હીરો તથા 3.5 મિલિયન ડોલરની કીંમતનો 18.30 કેરેટનો ટાઇપ IIb બ્લુ ડાયમંડનો સમાવેશ થાય છે.આ ત્રણ હીરા ઉપરાંત ઉચ્ચ મુલ્ય ધરાવતા મોટી સાઈઝના અન્ય કેટલાક રફ હીરાના વેચાણ થકી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રાને 114.9 મિલિયન ડોલરની આવક થઈ છે.અહેવાલ મુજબ વિતેલા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરની તુલનાએ ચાલુ નણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પેટ્રાનું રફ ઉત્પાદન 8 ટકાના વધારા સાથે 861,991 કેરેટ થયુ છે.