ફરજીયાત હોલમાર્કીંગ : હાઈકોર્ટે આપી 14 જૂન સુધીની વચગાળાની રાહત

666

DIAMOND TIMES – ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ ફરજીયાત હોલ માર્કીંગ અંગે દાખલ કરેલી રિટના જવાબમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ફરજિયાત હોલમાર્કીંગ માટે આગામી 14 જૂન 2021 સુધીની રાહત આપી છે.કોર્ટે કહ્યુ છે કે બીઆઈએસ એક્ટ,2016 ની કલમ 29 (2) હેઠળ ઝવેરીઓ સામે આ અંગે હાલ કોઇ દબાણ કરવામાં ન આવે,ઉલ્લેખનિય છે કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016 મુજબ ઉક્ત આદેશના ભંગ બદલ વધુમાં વધુ એક વર્ષની સજાની જોગવાઈ છે.જેથી આવી સ્થિતિ વચ્ચે કારોબાર કેમ ચલાવવો તે એક મોટો સવાલ છે.

જીજેસીના સિનિયર એડવોકેટ રોહન શાહે એક ઇન્ટવ્યુમાં કહ્યુ કે 1 જૂન 2021 થી ગોલ્ડ ઝવેરાત પર ફરજિયાત હોલ માર્કીંગ કાયદાને અમલી બનાવવાથી ભારતના પાંચ લાખ ઝવેરીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે તેમ છે.કારણ કે હાલ ભારતમાં 488 જિલ્લાઓમાં એક પણ હોલમાર્કિંગ કેન્દ્ર નથી.જ્યારે સમગ્ર ભારતમાં હોલમાર્કિંગ કેન્દ્રોની ટકાવારી માત્ર 34 ટકા જ છે. તેમણે કહ્યુ કે જો કાયદો અમલી બને તો એક તરફ વર્તમાન સમયે લગભગ મિનિમમ 60,000/ ઝવેરાત પર હોલમાર્કીંગ કરવાની આવશ્યકતા ઉભી થાય તેમ છે. તો બીજી તરફ એ તમામ દાગીના પર તાત્કાલિક હોલમાર્કીંગ કરવૂં શક્ય જ નથી.

સરકારે પહેલી જુનથી ફરજીયાત હોલમાર્કિંગ અમલી કરવાની કરી હતી જાહેરાત

ભારતમાં હોલમાર્કિંગ માટે સેન્ટર સહીતનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવની બુમ વચ્ચે સરકારે ફરજીયાત હોલમાર્કીંગના નિયમની અવધિ લંબાવવાનો ઇન્કાર કરી પહેલી જુનથી ફરજીયાત હોલમાર્કિંગ અમલી કરવાની કરી જાહેરાત કરી હતી.

કેટલાક ઝવેરીઓના કહેવા મુજબ દેશના વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં જ્વેલર્સોની સંખ્યા હજારોમાં છે.તેની સામે માંડ એક કે બે હોલમાર્કિંગ સેન્ટર જ ઉપલબ્ધ છે.જેથી સરકારે પહેલા ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાની જરૂર છે.જો હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા ઓછી હશે તો ઝડપથી કાર્ય પૂર્ણ કરવામાં શુધ્ધતા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થશે.વળી ફરજીયાત હોલમાર્કિંગ અમલી બની ગયા માત્ર 14,18 અને 22 કેરેટ સોનાના આભુષણોમાં જ હોલ માર્કિંગના સરકારના નિર્ણયથી પણ ઝવેરીઓમાં ભારે નારાજગી છે.

આ બાબતને લઈને ઓલ ઇન્ડિયા જેમ્સ-જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાતા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે હાલ કોઈ પગલાં નહીં ભરવા સરકારને જણાવ્યું છે.આ મુદ્દે આગામી ૧૪મી જૂને વધુ સુનાવણી થવાની છે.