કુદરતી હીરા સાથેની હેરલુમ જ્વેલરી મલાઇકા અરોરાની છે પહેલી પસંદ

DIAMOND TIMES : બોલીવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના ફેશન સ્ટેટમેન્ટને લઇને હંમેશા જ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના આઉટફીટમાં દર વખતે કશુંક નવું જોવા મળતું હોય છે. મલાઇકા અરોરા હાલ તેની બહેન અમૃતાની સાથે ગોવાની ટ્રીપે છે અને અહીં તેને પહેરેલું ડાયમંડ બ્રેસલેટ ફેન્સને આકર્ષી રહ્યું છે. તેના શો મુવિંગ વીથ મલાઇકાના નવા એપિસોડમાં તે હેરલુમ ડાયમંડ જ્વેલરી વિશે વાત કરતી જોવા મળે છે.

બંને બહેનોને ગોવામાં જીવનનો આનંદદાયક સમય પસાર કરતા જોઇ શકાય છે. સનલાઇટ હેઠળ બંને દરેક વસ્તુની ચર્ચા કરી રહી છે. એ દરમિયાન અમૃતાની નજર મલાઇકાએ પહેરેલા ડાયમંડ બ્રેસલેટ પર જાય છે અને નાની બહેનને તેની માતાના ક્લાસિક ડાયમંડ બ્રેસલેટની યાદ આવે છે.

એપિસોડનો અંત અમૃતા અને મલાઈકા વચ્ચેની મજેદાર મશ્કરી સાથે થાય છે કે તેમની માતાની પ્રિય પુત્રી કોણ છે અને કોને તેમની માતાનું કિંમતી કુદરતી હીરાનું બ્રેસલેટ મળવું જોઈએ. એકંદરે, તે એક મનોરંજક એપિસોડ હતો જેમાં છોકરીઓને તેમના આગામી સફર માટે હીરા કેવી રીતે પરફેક્ટ ટ્રાવેલ જ્વેલરી બની શકે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.