બ્રહ્માંડના આ બે ગ્રહો પર વરસે છે અનમોલ હીરાનો અનરાધાર વરસાદ

DIAMOND TIMES – આપણા સૂર્ય મંડળના આઠ ગ્રહોમાં મંગળ, ગુરુ અને શનિ જેવા વિશાળકાય ગ્રહો વિશે વધારે ચર્ચા થતી રહે છે.પરંતુ યૂરેનસ અને નેપચ્યૂન જેવા ખાસ બે ગ્રહો છે જે સૂર્ય મંડળમાં સ્થિત છે.પરંતુ અવકામશમાં એમની સ્થિતિને લીધે વૈજ્ઞાનિકો તેની વધુ માહિતી મેળવી નથી શક્યા. જોકે અવકાશના આ બે નિર્જન પડેલા ગ્રહો પણ અન્ય ગ્રહોની જેમ ખાસ મહત્વ ધરાવે છે.વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ ગ્રહો પર હીરાનો વરસાદ થાય છે.જેની પાછળ એક વિજ્ઞાનની અદભૂત પ્રક્રિયા જવાબદાર છે.

જોકે ડાયમન્ડસના વરસાદની વાત એક ફિક્શન લાગે છે.પરંતુ વૈજ્ઞાનિકોના માનવા મુજબ આ ઘટના પાછળ સાયન્સ કામ કરે છે.આ બંને ગ્રહોના વાતાવરણમાં હાઇડ્રોજન, હીલિયમ અને મીથેન જેવા ગેસ હાજર છે.અહીં વાતાવરણનુ દબાણ પણ વધારે છે,જે હાઇડ્રોજન અને કાર્બન બોન્ડને તોડીને અલગ કરે છે.અને કાર્બન ડાયમન્ડ્સ રુપે એની સપાટી પર વરસે છે.

વૈજ્ઞાનિકોએ આ દાવો એક પ્રયોગના આધારે કર્યો છે. યૂરેનસ અને નેપચ્યૂનનો આકાર અને એની સંરચનાથી અન્ય ગ્રહો ની સરખામણીએ બહુ અલગ છે. યૂરેનસ પૃથ્વીથી 17 ગણો અને નેપ્ચૂન 15 ગણો વિશાળ છે. યૂરેનસ પર મીથેન ગેસ છે. જેનું રાસાયણિક નામ CH₄ છે. વાતાવરણના દબાણને લીધે એમાંથી હાઇડ્રોજન (H) અલગ પડે છે અને કાર્બન (C) હીરાનું રુપ લઇ લે છે. આ પ્રક્રિયા પૃથ્વી પર વાયુ મંડળના દબાણને લીધે બાષ્પિભવન પ્રક્રિયા જેવી હોય છે જેમાં વાદળ બને છે.

નેપચ્યૂનના વાતવરણમાં મીથેન ગેસના વાદળ જોવા મળે છે.નેપચ્યૂન સૂર્યથી બહુ દૂર હોવાને લીધે અહીંનું તાપમાન માઈનસ 200 ડિગ્રી હોવાનું અનુમાન છે.અહીં ચાલતી હવાની ઝડપ આશરે 2500 કિમી પ્રતિ કલાકની છે.અને વાયુ મંડળમાં કાર્બન હોવાને લીધે અહીં હીરાનો વરસાદ જોવા મળે છે.આવા પ્રતિકૂળ સંજોગોને લીધે મનુષ્ય જાતિ ગેમે એટલી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તો પણ આ ગ્રહોની સપાટી સુધી પહોંચી શકે એમ નથી.

કેટલાક વૈજ્ઞાનિકો મુજબ શનિ ગ્રહ પર પણ ડાયમન્ડનો વરસાદ થાય છે.કારણ કે અહીં પણ મીથેન ગેસના વાદળ છે. જેની સાથે અવકાશ માં રહેલી વિદ્યુત ઉર્જા ટકરાય છે અને કાર્બન અણુ છૂટા પડે છે. જોકે આ ડાયમન્ડસ સપાટી સુધી પહોંચે એ પહેલા ઉંચ્ચા તાપમન અને વાયુમંડળના દબાણને લીધે ગ્રેફાઇટમાં પરિવર્તન પામે છે.બંને ગ્રહોના વાતાવરણ માં રહેલા હાઇડ્રોજન,હીલિયમ અને મીથેન જેવા ગેસની રાસાયણિક પ્રક્રિયાથી આ અદભૂત ઘટના સર્જાય છે.