DIAMOND TIMES – હીરા ઝવેરાત તેમજ યુનિક ટાઈમ પીસનાં વેંચાણ સાથે સંકળાયેલી અમેરીકાની સુપ્રસિધ્ધ કંપની હેરી વિન્સ્ટને અમેરીકાના ન્યૂયોર્ક સ્થિત તેમના સ્ટોર પર 18.96 કેરેટ વજન અને લંબચોરસ-કટનો વિવિડ ગુલાબી રંગનો યુનિક હીરો કંપનીના સ્થાપક હેરી વિન્સ્ટનના 125માં જન્મદિવસ નિમિત્તે ગયા અઠવાડીયે ચાર દીવસ માટે પ્રદર્શનમાં મુક્યો હતો.ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા નવેમ્બર 2018માં આ હીરાની હરાજી કરવામાં આવી હતી.આ ઓક્શનમાં 50.4 મિલિયન અમેરીકી ડોલરની રેકોર્ડ બ્રેક કિંમતમાં વહેચાયેલો વિશ્વનો પ્રથમ ગુલાબી હીરો બની ગયો હતો.
અમેરિકન કંપની હેરી વિન્સ્ટનની સ્થાપના વર્ષ 1932માં હેરી એચ. વિન્સ્ટને કરી હતી.તેના માલિકના નામ પરથી આ કંપનીનું નામ હેરી વિન્સ્ટન રાખવામાં આવ્યુ હતુ.કંપનીના સ્થાપક હેરી વિન્સ્ટનના 125માં જન્મદિવસ નિમિત્તે પિંક લેગસી ડાયમંડને ગત અઠવાડિયે ફક્ત ચાર દિવસ માટે પ્રદર્શનમાં મુકવામાં આવ્યો હતો.
“હીરાના કિંગ” તરીકે વિખ્યાત હેરી વિન્સ્ટને હોપ ડાયમંડ, જોનકર ડાયમંડ (Jonker Diamond), ઇન્દોર પિયર્સ સહિત અનેક વિશ્વવિખ્યાત હીરા ખરીદ્યા હતા. જેમાં આ વિવિડ ગુલાબી રંગના હીરાનો પણ સમાવેશ થાય છે.ડી-બિયર્સની ગ્રુપ ઓફ કંપનીના મુળ માલિક ઓપેન હાઈમર પરિવારની માલિકીના આ પિંક લેગસી ડાયમંડને પ્લેટિનમ રિંગમાં જડવામા આવ્યો છે.આ ગુલાબી હીરાની આજુબાજુ 3.55 કેરેટ વજન ધરાવતા વધુ બે શિલ્ડ-કટ ડાયમંડને સુયોજિત રીતે ગોઠવવામાં આવ્યા છે.જેનાથી આ પ્લેટિનમ રિંગની સુંદરતા અનેક ગણી વધી છે.