હરનાઝે ધારણ કર્યો 1170 હીરા જડીત રૂપિયા 39 કરોડનો તાજ

24

DIAMOND TIMES –મિસ યુનિવર્સ બનેલી ભારતિય રૂપ સુંદરી હરનાઝને 1170 હીરા જડીત રૂપિયા 39 કરોડની કીંમતનો વિજેતા તાજ પહેરાવાયો હતો.સમયાંતરે મિસ યુનિવર્સનો તાજ બદલી જાય છે.2019માં મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને નવો તાજ તૈયાર કરાવ્યો હતો.આ તાજ પ્રકૃતિ, શક્તિ, ખૂબસૂરતી,એકતા અને નારીત્વનું પ્રતીક છે.

નેશનલ કોસ્ચ્યુમમાં જે તે દેશની ઓળખ મુજબનો પોશાક પહેરવાનો હોય છે.એમાં હરનાઝે પોતાના સુંદર અને ઘાટીલા દેહ પર મહારાણીનો પોશાક ધારણ કર્યો હતો.રોયલ અંદાજમાં હરનાઝે સ્ટેજ ઉંપર વોક કરીને સૌના દિલ જીત્યા હતા . ગુલાબી રંગના એ પોશાકમાં હરનાઝ બેહદ સુંદર લાગતી હતી.પોશાકની સાથે હરનાઝે ગુલાબી રંગની રોયલ છત્રી પણ હાથમાં રાખી હતી.

ઈવનિંગ ગાઉંનના રાઉંન્ડમાં હરનાઝે ખૂબસૂરત ગોલ્ડન-મરૂન ગાઉંન પહેર્યું હતું.હાફ ફ્રન્ટ ઓપન ગાઉંન પહેરીને હરનાઝ સંધુએ રેમ્પ પર વોક કર્યું હતું.એ રાઉંન્ડમાં પણ તે હરિફ સ્પર્ધકો ઉંપર ભારે પડી હતી.સ્વીમવેર કોસ્ચ્યુમમાં હરનાઝ સ્ટેજ ઉંપર છવાઈ ગઈ હતી. રેડ રંગના સ્વીમિંગ વેરમાં તેના કોન્ફ્ડિન્સની પ્રશંસા થઈ હતી.છેલ્લાં રાઉંન્ડમાં સિલ્વર રંગનો કોસ્ચ્યુમ પહેર્યો હતો.આ તમામ રાઉંન્ડમાં તેનો કોન્ફ્ડિન્સ ખૂબ જ કાબિલેદાદ રહ્યો હતો.