સિધ્ધિ : કર્મચારીઓની સુખાકારી માટે સમર્પિત એચ. કે. ડિઝાઇન્સની કામ કરવાના વિશ્વના શ્રેષ્ઠ સ્થળોમાં પસંદગી

DIAMOND TIMES – સવજીભાઈ ધોળકીયાની હીરા ઉદ્યોગની શિરમોર કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટની જ્વેલરી કંપની એચ. કે. ડિઝાઇન્સને કર્મચારીઓ માટે કામ કરવાના એક ઉત્તમ સ્થળ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.આ સિધિ મળતા જ એચ. કે. ડિઝાઇન્સ યુએસએ સ્થિત સિગ્નેટ જ્વેલર્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીની સમોવડી તરીકે સમાવિષ્ટ થઈ ચૂકી છે. 2003માં સ્થપાયેલી H.K.ડિઝાઇન્સ વિશ્વના વિવિધ દેશોમાં રિટેલ ચેન, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ,જથ્થાબંધ વેપારીઓ અને ઓનલાઈન વેપારીઓને હીરા અને રત્ન જ્વેલરીની વ્યાપક શ્રેણી સપ્લાય કરવા માટે જાણીતી છે.

રજીસ્ટર્ડ સંસ્થા ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ અને વૈશ્વિક મેનેજમેન્ટ રિસર્ચ દ્વારા કંપનીનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે.આ મુલ્યાંકનમાં બહાર આવ્યુ છે કે એચ. કે. ડિઝાઇન્સ વધુ સારા કાર્યસ્થળોનું નિર્માણ કરીને વ્યવસાયિક ઉદ્દેશ્યો હાંસલ કરવા સક્ષમ બનાવવા સમર્પિત છે.ગ્રેટ પ્લેસ ટુ વર્ક ટ્રસ્ટ ઈન્ડેક્સમાં એમ્પ્લોઈ સર્વેનો ઉપયોગ થકી H.K.ના કર્મચારીઓ ની ધારણાઓ અંગે સમજ લેવામાં આવી હતી.જેમા એચ. કે. ડિઝાઇન્સએ ટ્રસ્ટ ઈન્ડેક્સમાં ઉચ્ચ સ્કોર પ્રાપત કર્યો હતો.

મેનેજમેન્ટની વિશ્વસનીયતાના સર્વે માટે આદર,કાર્યસ્થળ પર નિષ્પક્ષતા,કર્મચારીઓ માટે વચ્ચે ગૌરવ સહીતના પાંચ પરિમાણો આવરી લેવામાં આવ્યા હતા.જે પૈકી મોટાભાગનાં કર્મચારીઓએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

આ પ્રકારની સિધ્ધિ પ્રાપ્ત કરવી એ અમારા માટે ગૌરવની વાત :એચ.કે. ડિઝાઇન્સના ડિરેક્ટર 

એચ.કે. ડિઝાઇન્સના ડિરેક્ટરએ કહ્યુ કે આ પ્રકારની સિધ્ધિ પ્રાપ્ત કરવી એ અમારા માટે ગૌરવની વાત છે.અમારી સાથે કામ કરનારી ટીમને અમારા પ્રત્યે વિશ્વાસ છે તે જાણીને આનંદ થાય છે. કંપનીનો ઉદ્દેશ્ય વિશ્વાસ અને નવીનતા થકી સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે.અમે હંમેશા અમારા કર્મચારીઓની સુખાકારીને પ્રાથમિકતા આપીએ છીએ.આ સિધ્ધિ ટીમના સમર્પણ,સહયોગ અને જુસ્સાને આભારી છે.