DIAMOND TIMES –જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાને વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકાર દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે.તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુએઇમાં દુબઇ,રાસ અલ ખેમાહ અને અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રમોશન માટે રોડ શો કરવા ગયા છે.જ્યાં તેઓ હીરા અને ઝવેરાત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યાં છે.
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022માં રોકાણકારોને આકર્ષવા યુએઇમાં રોડ-શો યોજવામાં આવ્યા છે.આ ઉપરાંત દુબઇમાં હાલ દુબઈ એક્સપો-2021 પણ ચાલી રહ્યો છે.જેમા ભારતના વિવિધ રાજ્યોએ પોતાના સ્ટોલ રાખ્યા છે.તેમા ગુજરાત પેવેલિયન પણ રાખવામાં આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે વાઈબ્રન્ટ સમિટમાં વિદેશી રોકાણકારો અને ઉદ્યોગકારોને ગુજરાત ખેંચી લાવવા માટે ગુજરાતના 30 જેટલા ઉદ્યોગકારોની ગુજરાત સરકારે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુંક કરી છે.સુરતમાંથી જીજેઈપીસીના ગુજરાત રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા અને કાર્પ ગ્રુપના અનિલભાઈ વિરાણીને પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.આ બંને અગ્રણીઓની વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ બદલ સમગ્ર હિરા ઉદ્યોગ ગૌરવ અનુભવી રહ્યો છે.
અગાઉ દુબઈ એક્સપોની મુલાકાતે ગયેલા દીનેશભાઈ નાવડીયાએ આગામી સમયમાં સુરત ડાયમંડ બુર્સની અગત્યતા અને ભવ્યતાનું પ્રેઝટેશન રજુ કરી ઉદ્યોગ સાહસિકોને આકર્ષવામાં ખુબ સફળ રહ્યાં હતા.હવે તેઓ ગુજરાત વાયબ્રન્ટ સમિટના બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે દુબઈમાં રોડ-શો કરવા ગયા છે,ત્યારે હીરા અને ઝવેરાત ક્ષેત્રે વિદેશી રોકાણકારોને આકર્ષવામાં સફળ રહેશે તેવિ વિશ્વાસ છે.