ગુજરાત રેરાનો ચુકાદો : મકાન ખરીદનાર સભ્યોની સહમતિ વગર બિલ્ડર પ્લાનમાં નહી કરી શકે ફેરફાર

157

ડાયમંડ ટાઇમ્સ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) એ આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.આ ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે બિલ્ડર્સએ જેને મકાન વેચ્યું હોય તેને પૂછ્યા વગર પ્લાનમાં ફેરબદલ કરી શકશે નહીં.વધારામાં બીજા તબક્કામાં જુની જગ્યા પર નવો પ્રોજેક્ટ શરૂ કરે ત્યારે કોમન એમિનિટીઝને યુનિટ હોલ્ડર્સની મંજૂરી વગર નવા પ્રોજેક્ટમાં બતાવી શકશે નહીં.વડોદરાની પુષ્પક ગ્રીન સોસાયટીના રહીશોએ બિલ્ડર વેસ્ટઈન એન્ટરપ્રાઈઝ સામે દાખલ કરેલા કેસમાં ગુજરાત રેરાએ આ નિર્ણય આપ્યો હતો.
પુષ્પક ગ્રીન ડુપ્લેક્ષ ઓનર્સ એસોસિએશનના વકિલે જણાવ્યું મુજબ બિલ્ડર અથવા તો પ્રોજેક્ટ ડેવલપર એક વાર મકાન માલિકોને સોસાયટી હેન્ડઓવર કરે છે પછી કોમન એરિયા,એમિનિટીઝ કે ભવિષ્યમાં મળનારી FSI ઉપર અધિકાર માંગી ન શકે.આ તમામ અધિકારો સોસાયટી પાસે રહે છે.તેમા ફેરફાર કરવા હોય તો યુનિટ હોલ્ડર્સની મંજૂરી મેળવવી જરૂરી છે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યુ કે રેરા ઓથોરિટીના ચુકાદાની અસર નવા અને ચાલુ પ્રોજેક્ટ્સ પર થશે.આ ચુકાદા પહેલા ડેવલપર્સ ઘણીવાર ચાલુ પ્રોજેક્ટ પોતાની ઈચ્છા મુજબ પ્લાનમાં ફેરફાર કરી નાખતા હતા.આ ચુકાદા બાદ તેઓ આવું કરી શકશે નહીં.પ્લાનમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે હવે તેમણે યુનિટ હોલ્ડર્સની મંજૂરી લેવી પડશે.જેમા 66% હોલ્ડર્સની સહમતિ હશે તો જ ફેરફારની મંજૂરી મળશે.