DIAMOND TIMES – ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સોનાના ઘરેણાં પર હોલમાર્કીંગના ફરજીયાત અમલી કરણનો પ્રથમ તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યુ કે સોનાના ઘરેણાંના હોલમાર્કિંગનો નિયમ ગત 16 જૂનથી તબક્કાવાર અમલી બન્યો છે.જેમાં પ્રથમ તબક્કામાં 256 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.
ગત 16 જૂન સુધી સુધી કિંમતી ધાતુઓની શુદ્ધતાના પ્રમાણપત્રો અને ગોલ્ડ હોલમાર્કિંગ સ્વૈચ્છિક હતુ. પરંતુ ત્યારબાદ મંત્રાલય દ્રારા જારી નોટિફિકેશન અનુસાર સરકારે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 256 જિલ્લાઓને અલગ તારવ્યા છે. જેમા ગુજરાતના 23 જિલ્લાઓ,તમિલનાડુના 24 અને મહારાષ્ટ્રના 22 જિલ્લાઓ,પશ્ચિમ બંગાળના 19 જિલ્લાઓ તેમજ ઉત્તરપ્રદેશમાં ગોલ્ડ હોલમાર્કિંગ અનિવાર્ય બન્યુ છે. દિલ્હી, તેલંગાણામાં સાત જિલ્લા, આંધ્રપ્રદેશ અને પંજાબમાં 12-12, કેરળમાં 13, કર્ણાટકમાં 14 અને હરિયાણામાં 15 જિલ્લા સામેલ છે.આ નવા કાયદા હેઠળ હવે 256 જિલ્લાના જ્વેલર્સેઓએ 14,18 અને 22 કેરેટના સોનાના દાગીના હોલમાર્ક સાથે જ વેચવાના રહેશે.