ડાયમંડ ટાઈમ્સ
ત્રણ માર્ચના રોજ રજુ થનારા ગુજરાત સરકારના બજેટ માટે આજે નીતિન પટેલે ખાસ બજેટ મોબાઈલ એપ્લીકેશનનો શુભારંભ કર્યો હતો.તેમણે કહ્યું કે હવે ડિજિટલ સ્વરૂપમાં બજેટને લોન્ચ કરવામાં આવશે.કેન્દ્ર સરકારનાં બજેટ પછી સમગ્ર દેશમાં ગુજરાત એવુ પહેલું રાજ્ય છે કે જેણે બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.મોબાઇલ એપ્લિકેશનમાં બજેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં રજૂ થશે.આ મોબાઇલ એપ્લિકેશન ઉપર ભૂતકાળના બજેટ પણ મૂકવામાં આવ્યા છે. બજેટ એપ્લિકેશન ઉપરથી નાણામંત્રીનું બજેટ ભાષણ લાઈવ કરવામાં આવશે.ગુજરાત બજેટના નામથી ગુગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.ગુજરાત સરકાર અને નાણાં વિભાગ સહિતના અન્ય વિભાગો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.નાણાંકીય કરકસરના પગલાના ભાગરૂપે આ પગલુ ખૂબ મહત્વનું છે.વિધાનસભાની કાર્યવાહી અને જે વિવિધ પ્રસારણ કરવાની માગણી કરવામાં આવતી હતી તે અંતર્ગત હવે બજેટ લાઈવ કરવાની આ એક શરૂઆત સરકારે કરી છે.લોકસભાની જેમ વિધાનસભામાં પણ જીવંત પ્રસારણ કરવું તેનો આ પ્રથમ તબક્કો છે.ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી પણ આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે.3 માર્ચના રોજ પ્રથમ બેઠકમાં નાણામંત્રી તરીકે ગુજરાતનું બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવશે.