જૂના દાગીનાના વેચાણમાં માત્ર નફા પર જ GST : એડવાન્સ રૂલિંગ ઓથોરિટી

391

DIAMOND TIMES – જો કોઈ જ્વેલર સોનાના જૂના દાગીના વેચશે તો તેણે ફક્ત તેમાં થતા નફા પર જ જીએસટી ચૂકવવો પડશે.એડવાન્સ રૂલિંગ ઓથોરિટી (AR) કર્ણાટકે આ સિસ્ટમ અમલી બનાવી છે.

બેંગલુરુની કંપની આદ્યા ગોલ્ડ પ્રા. લિ. દ્વારા એઆરમાં અરજી કરીને જૂના દાગીનાના વેચાણ પર જીએસટીના મુદ્દે સ્પષ્ટ તા  માંગી હતી. જેના જવાબમાં એઆર દ્વારા સ્પષ્ટતા કરી છે કે જીએસટી ફક્ત ખરીદી અને વેચાણ મૂલ્યના અંતર એટલે કે સાદી ભાષામાં માત્ર નફા પર જ ચૂકવવાપાત્ર રહેશે. કારણ કે અરજદારે જ્વેલરીને ગાળીને બુલિયન માં રૂપાંતરિત  કરી નથી જે પછી કોઇ નવી જ્વેલરી પણ બનાવી નથી.તેના બદલે જૂના દાગીનાને ફક્ત સ્વચ્છ અને પોલિશ કરી ને તેનું વેંચાણ કર્યુ છે.નિષ્ણાતોનું કહેવું છે કે એઆર દ્વારા અમલી કરાયેલી સિસ્ટમથી જૂના દાગીનાના રિસેલ પરનો GST ઘટશે.ઉલ્લેખનિય છે કે હાલમાં તેના પર 3 ટકા જેટલો જીએસટી વસૂલવામાં આવે છે.

મોટા ભાગના જ્વેલર જૂના દાગીના સામાન્ય લોકો કે અનરજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદે છે.જોકે, મૂળ ગ્રાહકો જ્વેલરી ખરીદતી વખતે 3 ટકા જીએસટી આપી ચૂક્યા હોય છે. જો કે તેના પર ફરી એટલો જીએસટી લગાવવો ઠીક નથી. જ્વેલરોએ જૂના દાગીનાના ખરીદ મૂલ્ય અને રિસેલ વેલ્યૂના અંતર પર જ જીએસટી ચાર્જ કરવો જોઈએ. કર્ણાટક એઆર સિસ્ટમ થી સમગ્ર જ્વેલરી ઉદ્યોગ પર ઘણી મોટી સકારાત્મક અસર પડશે.