સપ્ટેમ્બરમાં GST કલેક્શન 1.17 લાખ કરોડ,ગુજરાતનું 7780 કરોડ

21

DIAMOND TIMES – ઓગસ્ટ મહિનાના મુકાબલે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનને લઈને સરકારને રાહત થાય તેવા આંકડા સામે આવ્યા છે.સપ્ટેમ્બર મહિનામાં સરકારનુ જીએસટી કલેક્શન 1.17 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. ઓગસ્ટ મહિનામાં સરકારને જીએસટી તરીકે 1.12 લાખ રૂપિયાની આવક થઈ હતી.ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે જીએસટી કલેક્શનમાં 23 ટકા વધારો થયો છે. જાણકારોનુ માનવુ છે કે, કલેક્શનમાં થઈ રહેલો વધારો ઈકોનોમીમાં રિકવરીનો સંકેત આપી રહ્યો છે.

સરકારનુ જીએસટી કલેક્શન ઓગસ્ટ મહિનામાં 1.12 લાખ કરોડ રૂપિયા, ઓગસ્ટ મહિનામાં 86449 કરોડ, જુલાઈ માં 1.16 લાખ કરોડ અને જુન મહિનામાં 92849 કરોડ રૂપિયા નોંધાયુ હતુ.ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યોમાથી 7780 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન સપ્ટેમ્બર મહિનામાં થયુ છે. મોટાભાગના રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે વધારો નોંધાયો છે.

વિવિધ રાજ્યોમાથી થયેલુ જીએસટી કલેક્શન નીચે પ્રમાણે છે

જમ્મુ કાશમીર 377 કરોડ ,હિમાચલ પ્રદેશ 680 કરોડ,પંજાબ 1194 કરોડ,દિલ્હી 3605 કરોડ,યુપી 5692 કરોડ , બિહાર 876 કરોડ અને પશ્ચિમ બંગાળ 3393 કરોડ