ભારતના હીરા ઉદ્યોગ અને રંગીન રત્નોના કારોબારને વિસ્તારવામાં અમારૂ યોગદાન મહત્વપુર્ણ બની રહે એવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય : જીએસઆઈના સ્થાપક માર્ક ગેર્શબર્ગ
DIAMOND TIMES -જેમોલોજિકલ સાયન્સ ઇન્ટરનેશનલ (જીએસઆઈ) એ જયપુરમાં નવી પ્રયોગશાળા શરૂ કરી છે.પીંક સીટી તરીકે વિખ્યાત જયપુર રંગીન રત્ન ઉદ્યોગની રાજધાની છે.જીએસઆઈ દ્વારા જયપુરમાં શરૂ કરાયેલી આ નવી પ્રયોગશાળા અત્યંત આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોથી સજ્જ છે.આ પ્રયોગશાળમાં કાર્યરત અનુભવી સ્ટાફ અને આધુનિક મશીનરીના સમન્વય થકી રંગીન રત્નની ભૌગોલિક સ્થિતિ,ગુણવત્તા અને તેની ઓળખ આસાનીથી કરી શકાશે.આ ઉપરાંત જેમોલોજિકલ સાયન્સ ઇન્ટરનેશનલની આ નવી પ્રયોગશાળા જયપુરમાં કાર્યરત રંગીન રત્નોના કારોબારને અનુલક્ષીને તમામ મુખ્ય સેવાઓ પ્રદાન કરશે.
જીએસઆઈના સ્થાપક માર્ક ગેર્શબર્ગ પાસે 30 થી વધુ વર્ષનો છે વિશાળ અનુભવ
જેમોલોજિકલ સાયન્સ ઇન્ટરનેશનલ (જીએસઆઈ) ના સ્થાપક માર્ક ગેર્શબર્ગ હીરા અને રંગીન રત્નોના પરિક્ષણ ક્ષેત્રમાં 30 થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. માર્ક ગેર્શબર્ગ વર્ષ 1980માં વિશ્વની સૌથી મોટા રત્ન લેબમાં એક સામાન્ય ગ્રેડર તરીકે જોડાયા હતા. પરંતુ તેમની કારોબારના ક્ષેત્રમાં સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતાને પરિણામે તેમના મજબુત ખભા પર ક્રમશ: વધુ ને વધુ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.સમર્પણ ભાવના સાથે સંનિષ્ઠ રીતે કામગીરી કરવાની તેમની પધ્ધતિના પરિણામે પ્રથમ તેમને પ્રયોગશાળાના ડિરેક્ટર અને ત્યારબાદ સીઈઓ તરીકે બઢતી આપવામાં આવી હતી.જીએસઆઈ વિશ્વમાં ત્રણ શાખા અને હવે ચોથી જયપુર શાખા શરૂ કરીને જીએસઆઈએ કરેલી અવિરત પ્રગતિનો શ્રેય માર્ક ગેર્શબર્ગ અને તેની કુશળ આગેવાનીમાં સૌથી કાર્યક્ષમ ગ્રેડિંગ અને સંશોધન ટીમને આપવામાં આવે છે.
વર્ષ 2005ની શરૂઆતમાં શ્રી ગેર્શબર્ગે નવી ટેકનોલોજી વિકસાવી કંપનીની ક્ષમતામાં સુધારો કર્યો હતો.ગ્રાહકોનો અનુભવ વધારવા અને 21મી સદીમાં ઝવેરાત ઉદ્યોગની ઝડપથી બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવાના આશય સાથે જીએસઆઈની શરૂઆત કરી હતી.વર્તમાન સમયમાં જીએસઆઈ વૈશ્વિક હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં એક વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી એક પ્રસિધ્ધ સંસ્થા બની ચુકી છે.માર્ક ગેર્શબર્ગ દ્રઢ પણે માને છે કે હીરા ઉદ્યોગમાં ગુણવત્તા અને વિશ્વનિયતા ખુબ જ અમૂલ્ય છે. તેઓ કહે છે કે અમે અમારી કંપનીની પ્રગતિ પાછળ કાબેલ મેનેજમેન્ટ ટીમની મહેનત છે.આ ટીમની મદદ થકી અમારી લેબ સમગ્ર વિશ્વમાં વિશ્વસનીય ગ્રેડીંગ સેવા પ્રદાન કરી રહી છે.
વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યુડીસી),જ્વેલર્સ વિજિલન્સ કમિટી (જેવીસી),રિસ્પોન્સીબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી) અને ન્યૂ યોર્કની ડાયમંડ ડીલર્સ ક્લબ (ડીડીસી) સહિત જ્વેલર્સ ઉદ્યોગ સંગઠનોમાં જર્શબર્ગેએ સક્રિય ભૂમિકા ભજવી છે. તેમણે તાજેતરમાં યુ.એસ. કિમ્બર્લી પ્રોસેસ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે એક દાયકા સુધી સેવા આપી હતી,જે યુ.એસ. સરકાર સાથે મળીને બલ્ડ ડાયમંડના ગેરકાયદે વેપારને રોકવા માટે કામ કરે છે.
જીએસઆઈ વિશાળ શ્રેણી પ્રદાન કરશે : ડેબી અઝાર
જીએસઆઈના પ્રમુખ અને સહ-સ્થાપક ડેબી અઝારે પ્રતિભાવ આપતા કહ્યુ કે અમે જીએસઆઈના વૈશ્વિક વિસ્તરણ કાર્યને આગળ ધપાવી ભારતમાં બીજી પ્રયોગશાળા ખોલીને રોમાંચિત છીએ. આ નવી લેબ શરૂ થતા કુદરતી અને લેબગ્રોન હીરા તેમજ રંગીન રત્ન માટે જીએસઆઈ પ્રમાણપત્ર અને પરીક્ષણની સતત વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં મદદ મળશે. જેમોલોજિકલ સાયન્સ ઇન્ટરનેશનલ કુદરતી અને લેબગ્રોન હીરા તેમજ રંગીન રત્ન માટે જીએસઆઈ પ્રમાણપત્ર અને પરીક્ષણની સાથે સેમિનારો અને વ્યાખ્યાનો સહિત શૈક્ષણિક કાર્યક્રમોની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરશે.