હીરાની કંપની મારૂતિ ઇમ્પેક્ષ પરિવાર દ્વારા જ્ઞાતિ-જાતીના ભેદભાવ વગર માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 551 દીકરીઓના સમૂહ લગ્ન

DIAMOND TIMES : મારુતિ ઇમ્પેક્ષ અને ગૌ મુકતા ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નાતજાતના ભેદભાવ વગર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન આગામી 6 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.જેમા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 551 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
પાપાની પરી થીમ પર સમૂહ લગ્ન સમારોહ ભાવનગર ખાતે આગામી તારીખ 6 ડીસેમ્બર અને રવિવારના રોજ યોજાશે.

મારૂતિ ઇમ્પેક્ષ પરિવાર દ્વારા આયોજીત આ સેવાકાર્ય પાછળ પણ ભારે રોચક અને પ્રેરક કહાની છે.હીરાની અગ્રણી કંપની મારૂતી ઇમ્પેક્ષના માલીક અને ઉદ્યોગપતિ માવજીભાઇ લાખાણી અનેક સેવાકીય સંસ્થાઓમાં પોતાનુ યોગદાન આપે છે.જેને અનુલક્ષીને તેઓને આ પ્રકારની સામાજીક પ્રવૃત્તિ ઓમાં હાજરી આપવાની થતી હતી.વરાછા રોડ ખાતે આયોજીત એક સમુહ લગ્નમાં હાજરી આપી ત્યારે તેને સમુહ લગ્નની જરૂરીયાતનો ખ્યાલ આવ્યો હતો.જેથી સમુહ લગ્ન પોતાના ખર્ચે કરવાની તેમણે દિકરા દિનેશભાઇ અને સુરેશભાઈ સમક્ષ ઈચ્છા જાહેર કરી હતી.

બીજી તરફ પિતાની એ સમાજસેવાની એ મહેચ્છાને પુર્ણ કરવા દિકરા દિનેશભાઇ અને સુરેશભાઈએ બીડુ ઝડપી સાત વર્ષ પહેલા સમસ્ત પટેલ સમાજના સમુહ લગ્નનુ આયોજન કર્યુ હતુ.ત્યારબાદ વલ્લ્ભીભીપુર તાલુકા,સિહોર, પાલીતાણા, ગારીયાધારમાં પટેલ સમાજના અને ભાવનગર ખાતે મંગલ ચેરીટેબલ ટ્રસ્ટમાં સર્વ જ્ઞાતિની જરૂરીયાત મંદ વાળી દિકરીના 18 સમુહ લગ્ન દ્વારા 1192 દિકરીના લગ્ન કરાવ્યા હતા.ઉપરાંત ભાવનગરમાં લાડકલીના નામથી જવાહર મેદાન ખાતે 281 દિકરીના લગ્ન કરાવ્યા બાદ આ કાર્યને આગળ ધપાવવાના ઉદ્દેશ્યથી આગામી નવેમ્બરમાં 551 દિકરીઓના પાપાની પરી થીમ પર સમુહ લગ્નનુ આયોજન કર્યુ છે.

આગામી પાપાની પરી સમુહ લગ્નમાં અત્યાર સુધીમાં 800 થી વધુ ફોર્મ ભરાઈ ચુકયા છે.આગામી સમુહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનારી દીકરીઓના ઘરમાં જીવન જરુરીયાતની કુલ વસ્તુઓ કરીયાવરમાં આપવાની છે.જે કન્યાનુ કુટુંબ નાનુ અથવા ઓછા સંબંધીઓ હોય તેના માટે 200 થી વધુ લોકોની ટીમ બનાવવામાં આવશે.અને જે કન્યાના મંડપમાં સંખ્યા ઓછી હોય તેના મંડપમાં બેસી તેના સગા બનીને દિકરીને વિદાય કરશે.દિકરીને સાસરે વળાવવામાં એક બાપને થતી સંવેદના માવજીદાદાના હૃદયમાં ઝરણુ બનીને વહી રહી છે.પિતાએ સમાજ્સેવાના કાર્યો માટે જોયેલા સ્વપન પુર્ણ કરવા દીકરાઓ હોંશે હોંશે કામગીરી કરી રહ્યાં છે.