ગ્રીન રોક્સ કંપનીની ઇઝરાયેલ,કેનેડા,ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ , સ્કોટલેન્ડ , આયર્લેન્ડ , બેલ્જિયમ , ફ્રાન્સ અને અમેરીકામાં ઓફીસ આવેલી છે.
DIAMOND TIMES – સમગ્ર વિશ્વમાં કુદરતી હીરાની સાથે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ પણ ખુબ વધી છે.જેને લઈને હીરા ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડના કારોબાર તરફ આકર્ષિત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિનો વ્યવસાયિક ફાયદો ઉઠાવવા લેબગ્રોન હીરાના ક્ષેત્રમાં નિષ્ણાંત ગણાતી કંપની ગ્રીન રોક્સએ ઈઝરાયેલમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે આધુનિક લેબની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.આ સુવિધા લેબગ્રોન હીરાના ઉત્પાદનની સાથે નવા શોધ-સંશોધન અને વિકાસને પણ આવરી લેશે. ઉલ્લેખનિય છે કે ગ્રીન રોક્સ અધતન ટેક્નોલોજી થકી આંતરાષ્ટ્રીય માપદંડ અનુસાર લેબોરેટરીમાં ગુણવત્તાયુક્ત અને લેબગ્રોન હીરાનું ઝડપી ઉત્પાદન કરવા સક્ષમ છે.
ગ્રીન રોક્સના સીઇઓ લિયોને પેરેસે કહ્યુ કે આ નવી અધતન ટેકનોલોજીના ઉપયોગથી ઇઝરાયેલમાં લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરવામાં આવશે. ગ્રીન રોક્સ પ્રયોગશાળાનું મુખ્યાલય ફ્લોરિડામાં છે.ઈઝરાયેલના નાઝરેથ શહેરની નજીક ગ્રીન રોક્સની સિસ્ટર કન્સલન્ટીંગ કંપની ઇસોર દ્વારા આ લેબનું નિર્માણ કાર્ય થઈ રહ્યુ છે.જેમા લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે આ નવી આધુનિક ટેકનોલોજીમાં અંશત નવીનીકરણ કરી શકાય તેવી ઉર્જાનો ઉપયોગ કરાઈ તેવી સંભાવનાઓ છે.આ લેબ આગામી વર્ષ 2022ના પ્રારંભમાં કાર્યરત થઈ જવાની ધારણા છે.લિયોને પેરેસે ઉમેર્યુ કે વિશ્વમા લેબગ્રોન હીરાની વિસ્ફોટક માંગને પહોંચી વળવા અમે ઈઝરાયેલમાં આ લેબ સુવિધા ઉભી કરવા રોમાંચિત છીએ કે જેમા વિશ્વના લેબ-સર્જિત શ્રેષ્ઠ હીરાનું ઉત્પાદન કરવામાં આવશે.