આશાઓનું એકસપાન્શન કરી ફ્યુચરને ફેન્ટાસ્ટિક બનાવવાની સુવર્ણ તક GPBS 2022

34

જીંદગી કો હર દિન નયા ખ્વાબ દો,ઉન્હે થોડી આવાઝ દો,
પુરે હો જાયેંગે ખ્વાબ તુમ્હારે,પહલે ઉન્હેં એક અચ્છી શુરૂઆત દો !!

DIAMOND TIMES- સરદારધામ એ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે સમાજની સુખાકારી અને યુવાનો ના સર્વાગી વિકાસ માટે કામ કરતી સંસ્થા છે.ગુજરાત સરકારની વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાથી પ્રેરણા લઈને સરદાર ધામે પ્રત બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવાનો નિર્ણય લીધો છે.વર્ષ 2018 માં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ,2020માં હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે આ સમિટ યોજવામાં આવી હતી.આ બંને સમિટની ભવ્ય સફળતા બાદ હવે 2022ની સમિટ હવે આગામી 26-27-28 ફેબ્રુઆરીમાં SIECC (સરસાણા)સુરત ખાતે યોજાવાની છે.

વર્ષ 2024ની સમિટ રાજકોટમાં અને 2026 માં ગ્લોબલ સમિટ યુ.એસ.એ. ખાતે થશે. વિશ્વના દરેક બિઝનેસ મેન અને બિઝનેસમાં રસ ધરાવતા યુવાનો આર્થિક ઉન્નતિ મેળવી પોતાની સફળતા સુનિશ્ચિત કરે અને સમાજ કલ્યાણ થકી પોતાની પ્રગતિનું સર્જન કરે એવો આ સમિટ યોજવાનો ઉમદા ઉદેશ્ય છે.જેમા નાના બિઝનેસને યોગ્ય નેટવર્ક આપવાની સાથે મોટા ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસ ટાઇકુન્સનો પણ સમનવ્ય થશે.  GPBS 2022માં એક્ઝીબીટરને પ્રોડક્ટનું બ્રાન્ડીંગ,લોન્ચીંગ અને માર્કેટીગ કરીને વિક્સવાની ખુબ જ સારી તક મળશે . આ સમિટમાં લઘુ ઉદ્યોગથી માંડીને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ સુધીના તમામ કારોબારીઓ પાર્ટીશિપેટ કરશે.તેમજ નાનાથી માંડીને મોટા દરેક ઉદ્યોગ સાહસિકો વચ્ચે પોતાના ભવિષ્યને યોગ્ય દિશામાં આગળ વધારવા હેતુસર શ્રેષ્ઠ સંવાદ અને બ્રાન્ડ કન્વર્ઝન અંગે માહીતી પણ મળશે.ટૂંકમાં દરેક કારોબારીઓ આ સમિટમાં અહી આસાનીથી કરી શકશે પોતાની આશાઓનું એક્સપાન્શન.

આ સમિટમાં વિવિધ દેશોમાંથી પધારેલા અનેક એક્સપર્ટ બિઝનેસમેન યુવાઓને માર્ગદર્શનની સાથે યુવાઓને મળશે ભવિષ્ય અંગેનું વિઝન અને ચોક્કસ રિઝન પણ.અહીં મોટા બિઝનેસમેનની સાથે જમીન સાથે જોડાયેલા કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ 50% નું આકર્ષક ડિસ્કાઉન્ટ રહેશે.આ સમિટની એક સુંદર વિશેષતા એ પણ છે કે સામાજિક સમરસતાને ધ્યાને લઇ ખાસ 10% સ્ટોલ્સની ફાળવણી અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકોને પણ કરવામાં આવી છે.એટલું જ નહીં પણ દરેક આવનારા અને ભાગ લેનાર વ્યક્તિઓ ધંધાની સાચી સમજણ મેળવી શકે એના માટે ખાસ B2B કોમ્પ્લીમેન્ટરી મીટીંગ સ્પેસ પણ આપવામાં આવશે.

આ વ્યવસ્થા થકી નાનામાં નાનો વ્યક્તિ પણ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શક્શે એના માટે આ સમિટમાં 950+ સ્ટોલ્સ અને 12 કરતા વધારે ડોમ હશે,જેમાં બિઝનેસ સેક્ટર જેવા કે ડાયમંડ જવેલરી,ટેક્સટાઇલ,ફાર્માસ્યુટિકલ,કેમીકલ, એન્જીનીયરીંગ,ઓટોમોબાઇલ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર,પેટ્રો કેમિકલ,એગ્રો,ઇલેક્ટ્રોનિક્સ,ગારમેન્ટ,શીપીંગ,સર્વિસ સેક્ટર , હેલ્થ કેર,સોલાર પાવર અને અન્ય પણ બિઝનેસ સેક્ટરમાંથી લોકોને અહીં આવકારવામાં આવશે.જેથી મુલાકાતીઓ અને એક્ઝીબીટર્સ વચ્ચે યોગ્ય સમન્વય સંધાય અને બંને પોતાની જરૂરિયાતો સંતોષી શકે.

ખાસ 2000 જેટલા એક્ઝીબીટર્સનો સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે.કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી 30000 સ્કેવર મીટરના ભવ્ય એક્ઝીબીશન એરિયા રાખવામાં આવશે.જેથી સહુ મુક્ત પણે એક્ઝીબીશનમાં ધ્યાન આપી શકે.અહીં લોકો એક કરતા વધુ કેટેગરી અને સેક્ટર્સમાં પોતાના રસની વસ્તુ શોધી અને સમજી શકે એ માટે 35000+ પ્રોડક્ટ્સ પણ રાખવામાં આવશે.ટુંકમાં તમારા વ્યવસાયને વધુ વેગ આપવા માટે આ સમિટ એક અનન્ય પ્લેટફોર્મ બની રહેશે.

2018 અને 2020 ની સમિટ પર નજર કરવામાં આવે તો 2018 અને 2020ની સમિટ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.જેમાં 1200 થી વધુ સ્ટોલ્સ,7 લાખથી વધુ વિઝીટર્સ,20 કરતાં વધુ પ્રભાવશાળી મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.સાથે વિવિધ સેમીનાર અને અન્ય આયોજનો કરવામાં આવ્યા હતા.જેથી ઉદ્યોગ સાહસિકો પરિચય કેળવી શકે,

અહીં પોતાની ફીલ્ડનું ઇન્ડેપ્થ નોલેજ મેળવી શકે તેના માટે ખાસ 1000 કરતા વધુ સફળ વ્યવસાયિકોને આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા.સાથે રેકોર્ડ બ્રેક B2B મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું. જેના પરથી અનુમાન કરી શકાય કે આ વખતની સમિટ કેટલી ખાસ અને ભવ્ય હશે.આ વખતે પણ અહી વધુમાં વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે.ઉપરાંત દર એક્ઝીબીશનની જેમ આ વર્ષે પણ ખાસ “પાટીદાર ઉદ્યોગ રત્ન” ના શીર્ષક હેઠળ એક કોફી ટેબલ બુકનું ખાસ અનાવરણ કરવામાં આવશે. તો ચાલો સહુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022મા ભાગીદાર બનવા તૈયાર સજ્જ થઈને ફયુચરને વધુ ફેન્ટાસ્ટિક બનાવીએ.

          મહાનુભાવોના મંતવ્યો

નરેન્દ્ર મોદી (માનનીય વડાપ્રધાન, ભારત) – સરદારધામ ટ્રસ્ટ પણ યુવાઓને ગ્લોબલ બિઝનેસથી જોડવા ઘણા પ્રયાસો કરી રહ્યું છે. વાયબ્રન્ટ દ્વારા જે શરૂઆત થઇ હતી તેને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આગળ વધારશે. પાટીદાર સમાજ ની ઓળખાણ એ જ છે કે જ્યા પણ જાય છે ત્યાંના બિઝનેસને નવું સ્વરૂપ આપે છે.

ગગજીભાઈ સુતરિયા (પ્રમુખસેવક-સરદારધામ) – આ બિઝનેસ સમિટમા આપની પ્રોડક્ટનું બ્રાન્ડીન્ગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરવા માટે ડેલીગેટ, સ્ટોલધારક, સ્પોન્સર તરીકે આર્થિક, ઐતિહાસિક અભિયાનના મહાકુંભમાં ભાગ લઇ સમાજને એક ઉજ્જવળ દિશા તરફ લઇ જઇ સમાજને સમૃધ્ધ કરીયે.

સવજીભાઇ ધોળકિયા (સ્થાપક ટ્રસ્ટી સરદારધામ) હરેકૃષ્ણ ડાયમંડ –
GPBS માં જોડાવવા આપ સૌને હાર્દિક આમંત્રણ અને શુભેચ્છા પાઠવું છું. આપ સૌ આ સમિટમાં જોડાઇને આપનો બિઝનેસ તેમજ વધુ લોકો સાથ જોડાઇને આપના રીલેશન વધારો અને સમાજ માટે કંઇક નવું કરો એવી શુભકામના.

રવજીભાઈ મોણપરા (ટ્રસ્ટી સરદારધામ) પ્રમુખ-ક્રેડાઈ, રિયલ એસ્ટેટ સેક્ટર- ઉદ્યોગ સાહસિકોને પોતાના ધંધાના વિકાસની તક ઝડપવા માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 માં જોડાવા હું આહવાન કરું છું.

નટુભાઈ પટેલ (ઉપપ્રમુખ સરદારધામ) મેઘમણી ગૃપ – પોતાના ધંધાના વિકાસની ઉત્તમ તક માટે આવો આપણે સૌ જોડાઇને બિઝનેસને પ્રગતિ ને સમુદ્ધિ તરફ લઈ જઇયે અને એને એક બ્રાન્ડ બનાવીએ.

સુરેશ પટેલ (ટ્રસ્ટી સરદારધામ) રિયલ એસ્ટેટ સેક્ટર –દરેક સમાજના ઉતકર્ષ માટે આટલો સરસ GPBS નો ક્રિએટિવ કોન્સેપટ લાવ્યા છે ને હું નાના મોટા ઉદ્યોગપતિઓ અને યુવાધનને એમાં જોડાવવા અનુરોધ કરું છું.

હંસરાજભાઇ ગોંડલિયા (સ્થાપક ટ્રસ્ટી-સરદારધામ)GPBS એક ક્રીએટીવ કોન્સેપ્ટ છે. હું તેમાં સમાજના દરેક યુવા બિઝનેસમેનને જોડાવવા અનુરોધ કરું છું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 એક્ઝિબીશનમાં સ્ટોલ અને સ્પોન્સરશીપ માટે આજે જ સંપર્ક કરો. મોબાઇલ નં- 9069034040 / 9106504699,

ઓનલાઇન સ્ટોલ બુકીંગ માટે વિઝીટ કરો- www.gpbs.in