સરકારની નીતી બુલિયન એક્સચેન્જની સ્થાપના સામેના અવરોધો દુર કરી ભારતને ગોલ્ડ ટ્રેડિંગ હબ બનાવશે : જીજેઇપીસી

24

DIAMOND TIMES – દેશમાં બુલિયન એક્સચેન્જની સ્થાપના સામેના અવરોધો દુર કરી ભારતને ગોલ્ડ ટ્રેડિંગ હબ બનાવવા સરકારની સાનુકુળ નીતી ખુબ જ સહાયક બનશે એમ એમ જીજેઇપીસીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ છે . ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ને દેશમાં ઝડપથી કાર્યરત કરી ગોલ્ડ ટ્રેડિંગ માર્કેટમાં આમુલ પરિવર્તન લાવવાના ભારત સરકારના પ્રયાસની સરાહના કરતા જીજેઇપીસીએ કહ્યુ કે બુલિયન એક્સચેન્જ અવરોધો અને પડકારોને ઉકેલવા તરફ આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.

બુલિયન એક્સચેન્જની સ્થાપનાનો સરકારનો નિર્ણય કિંમતની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને સોના અને ભૌતિક ડિલિવરી પર આધારિત નાણાકીય ઉત્પાદનોની આસપાસ સમગ્ર ઇકોસિસ્ટમ પ્રદાન કરી શકે તે દિશામાં આવકાર્ય પગલું છે.સોનામાં નીતિગત ફેરફારોમાં જીજેઇપીસી યોગદાન આપી રહ્યું છે અને તેની વાષક ઈન્ડિયા ગોલ્ડ એન્ડ જ્વેલરી સમિટ દ્વારા વધુ સારા ધોરણો ઘડવાની રીતો પર વિચારણા કરી રહી છે એમ જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું.ઇન્ડિયા જેમ એન્ડ જવેલરી શોની ચોથી આવૃત્તિ ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં ખૂબ જ નિર્ણાયક સમયે યોજાશે.જ્યારે સરકાર તેના નીતિ સુધારાઓ સાથે ભારતીય ગોલ્ડ માર્કેટમાં પરિવર્તન લાવવાના અંતિમ ચરણમાં છે.