આજથી સરકારની ગોલ્ડબોન્ડ યોજના શરૂ : સસ્તુ સોનું ખરીદવાની ઉમદા તક

129

ડાયમંડ ટાઇમ્સ

સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (એસજીબી)ની આજથી શરૂઆત થઈ ચુકી છે.સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની આ બારમી સિરિઝ છે જેમા સોનાની કિંમત 4662 રૂપિયા પ્રતિ ગ્રામ નકકી થઈ છે.1 થી 5 માર્ચ સુધી રોકાણકાર આ સીરીઝમાં બજારથી ઓછી કિંમતમાં સોનાની ખરીદી કરી શકે છે.ઓનલાઈન રોકાણ કરનારને 50 રૂપિયાની વધારાની છુટ મળી છે જેમા રોકાણકારોને એક ગ્રામ સોના માટે 4612 રૂપિયા આપવા પડશે.
સોવરેન ગોલ્ડ બોન્ડનું વેંચાણ વિવિધ બેંકો,ભારતીય સ્ટોક હોલ્ડીંગ નિગમ (એસ.એચ.સી.આઈ.એલ),કેટલીક પસંદગીની પોસ્ટ ઓફીસ, ભારતીય રાષ્ટ્રીય બેંક એકસચેંજ લિમીટેડ અને બોમ્બે સ્ટોક એકસચેંજના માધ્યમથી થશે.આ સ્કીમમાં એક રોકાણકાર વધુમાં વધુ 500 ગ્રામ સોનું ખરીદી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાઓને 2.5 ટકાના દરે વ્યાજ તો મળશે જ સાથે સોનાની કિંમતમાં થતા વધારાનો ફાયદો પણ મળશે. ડિઝીટલ ગોલ્ડમાં રોકાણ કરવાના અનેક ફાયદાઓ છે.આ પ્રકારે સોનામા રોકાણ કરવામાં પારદર્શકતા હોવાથી છેતરપીંડીની સંભાવના નથી.પેકીંગ અને વિતરણનો ચાર્જ નથી તો ચોરી થવાની પણ ચિંતા નથી.વળી ફીઝીકલ સોનાની ખરીદી પર ત્રણ ટકા ટેકસ લાગે છે જ્યારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સોનુ ખરીદવામાં ટેક્સ લાગતો નથી.