સોનાની દાણચોરી ડામવા આયાત ડ્યુટીમાં 3.5 ટકા ઘટાડો કરવા સરકારની તૈયારીઓ

21

DIAMOND TIMES – પીળી ધાતુ સોનાને ભારતિયો સંકટ સમયની સાંકળ તરીકે મુલવે છે.દરેક ભારતિયના ઘરમાં સોનું અનામત થાપણ તરીકે સચવાયેલુ હોય છે.ઉપરાંત ભારતિયો સોનાના આભુષણોના પણ દીવાના છે.આવા જ્વેલરી શોખિન ભારતિયો માટે સારા સમચાર છે.મળતી માહિતી મુજબ વાણિજય મંત્રાલયે સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાનો સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકયો છે.તેમણે સોના પરની આયાત ડ્યુટી 7. 5 ટકાથી દ્યટાડીને 4 ટકા કરવાની દરખાસ્ત કરી છે.

ભારત સરકાર જો વાણિજય મંત્રાલયની ભલામણ સ્વીકારી સોનાની આયાત ડ્યુટીમાં દ્યટાડો કરશે તો તેના પગલે સોનાના ભાવમાં દ્યટાડો થવાની પણ ઉદ્યોગકારો દ્વારા સંભાવના વ્યકત કરવામાં આવી છે.સરકારે અગાઉના બજેટમાં સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં દ્યટાડો કર્યો હતો.સોનાની આયાત ડ્યૂટી 12.5 ટકાથી દ્યટાડીને 7.5 ટકા કરવામાં આવી હતી.હવે તેને 7.5 ટકાથી દ્યટાડીને 4 ટકા કરવાની સરકારની તૈયારી છે.

નિષ્ણાતોના મતે આયાત ડ્યૂટીમાં દ્યટાડો થવાના પગલે સોના અને ચાંદી સસ્તા થશે.એક જ ઝાટકે સોનાની કિંમતમાં 3.5 ટકાનો દ્યટાડો થશે.સરકારના આ પગલાથી રોકાણકારોની ભાગીદારી અને ટ્રેડિંગમાં વધારો થશે.જેનાથી આ ક્ષેત્રમાં સંગઠિત વ્યવસાયને પ્રોત્સાહન મળશે.વધુમાં દાણચોરી રોકવામાં પણ મદદ મળશે.જાણકારોના મત્તે સરકારનું આ પગલું બુલિયન ઉદ્યોગ અને રોકાણકારો માટે વધુ સારું સાબિત થશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, તહેવારો અને લગ્નોના કારણે ડિસેમ્બર કવાર્ટરમાં સોનાની માંગમાં જોરદાર વધારો થયો છે.નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી સમયમા સોનાની સંભવિત માંગ 10 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.ભારતમાં સોનાની જરૂરીયાત પુર્ણ કરવા તેની વિદેશમાથી આયાત કરવામાં આવે છે.આગામી વર્ષમાં પણ સોનાની આયાત આ વર્ષ કરતાં વધુ મજબૂત રહેવાની ધારણા છે.