ગુડ ન્યુઝ : યુએસ નાગરીકોની 2.5 ટ્રિલિયન ડોલરની ખર્ચ ક્ષમતાથી નાતાલમાં હીરાઉદ્યોગમા વાગશે તેજીનો જિંગલબેલ

51

DIAMOND TIMES- અમેરીકન સંસ્થા નેશનલ રિટેલ ફેડરેશન (NRF)ના અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે અમેરીકન નાગરીકોની 2.5 ટ્રિલિયન ડોલરની ખર્ચ ક્ષમતાથી હીરા-ઝવેરાત ઉદ્યોગ સુપરચાર્જ થયો છે.કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી આર્થિક મદદ અને અમેરીકન નાગરીકોએ કરેલી બચત આગામી નાતાલની રજાઓમાં વેંચાણ વધારવા માટે મુખ્ય પરિબળ હશે,એમ NRFના અર્થશાસ્ત્રી જેક ક્લીનહેન્ઝે જણાવ્યું હતું.

ક્લીનહેન્ઝે જણાવ્યું હતું કે હોલીડેના આઉટલૂક પર મોટી અસર કરવા માટે લગભગ 2.5 ટ્રિલિયન ડોલરની બફર બચત સહીત અનેક સકારાત્મક પરિબળો એકસાથે આવે છે.વર્ષના અંતિમ મહિનામાં ગ્રાહકો ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં છે.નવેમ્બર-ડિસેમ્બર 2021ના વેકેશનના સમય ગાળામાં ગત વર્ષ 2020 ની સરખામણીમાં વેંચાણમાં અનુક્રમે 8.5 અને 10.5 ટકા વધી ને કુલ 843.4 અને 843.4 બિલિયન ડોલરની વચ્ચે રહેવાની અપેક્ષા છે. અંતમા ક્લીનહેન્ઝે ઉમેર્યુ કે લોકોની માથદીઠ આવકમાં મજબૂત વૃદ્ધિ અને સ્ટોકપાઇલ્ડ સેવિંગ્સએ ફુગાવાને દૂર કરી લોકોને ખર્ચ કરવા પ્રોત્સાહીત કર્યા છે.જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આગામી નાતાલના તહેવારો અને લગ્નસરાની સિઝનમાં અમેરીકન નાગરીકો જંગી માત્રામાં હીરા-ઝવેરાતની ખરીદી કરવાના મુડમાં છે.