ગુડ ન્યુઝ : હીરા પ્રત્યે વિશ્વાસ વ્યકત કરતી ડીબિયર્સની અનોખી “આઈ ડુ” ઝૂંબેશ

27

DIAMOND TIMES – હીરાના ટકાઉપણા અને મહત્વને એક વાક્યમાં દર્શાવવા 1990 ના દાયકામાં “એ ડાયમંડ ઇઝ ફોરએવર”નું સુત્ર આપીને હીરાના કારોબારને નવી ઉંચાઈ અપાવનાર રફ ઉત્પાદક કંપની ડીબિયર્સએ નુતનવર્ષના પ્રારંભમાં હીરાના પ્રમોશન માટે ખાસ “આઈ ડુ” ઝુંબેશ શરૂ કરી છે.

લગ્નના પવિત્ર બંધને બંધાનાર બે યુવા હૈયાઓ જીવન પર્યંત પરસ્પર પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવાની પ્રતિજ્ઞા લે છે.દરેક વ્યક્તિના જીવનમાં આવતી આ મહત્વની ક્ષણને આ ઝુંબેશમાં આવરી લેવામાં આવી છે.ડીબિયર્સના સીઈઓ બ્રુસ ક્લીવરે આ અભિયાન અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે અમે આજે ગ્રાહકોની એક નવી પેઢી જોઈ રહ્યા છીએ.આ નવી પેઢીએ વ્યક્તિગત વિકાસ માટે,મિત્રતા માટે,પરિવારો અને સમાજ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી “આઈ ડુ”નો વિસ્તાર કર્યો છે.જેને હીરાની સાથે જોડી દેવામાં આવી છે.કારણ કે હીરા એ વિશ્વાસનું પ્રતિક છે અને તે કાયમ માટે છે.આ ઝુંબેશથી હીરાના કારોબારને પ્રોત્સાહન મળશે.

ડીબિયર્સની આ મલ્ટિ-ચેનલ ઝુંબેશ માટે જંગલો,ખુલ્લા મેદાનો,સમુદ્ર કીનારે શુટીંગ કરવામાં આવ્યુ છે.જેમાં વિવિધ યુગલો અને વ્યક્તિઓને આલિંગન આપવામાં આવ્યું હતું.