સોનુ થયુ સસ્તુ,ગોલ્ડ ખરીદવાનો ગોલ્ડન ટાઈમ

109

બજેટમાં સોના-ચાંદી સહીતની ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ પાંચ દિવસમાં સોનાના ભાવમાં 2100 રૂપિયાનો ઘટાડો થયો છે.નિષ્ણાંતો વર્તમાન સમયને ગોલ્ડ ખરીદવા માટેનો ગોલ્ડન ટાઈમ ગણાવી રહ્યા છે.
બજેટ બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત નરમાઇ જોવા મળી રહી છે.સોનાના ઓલટાઇમ હાઇ રેટની તુલના કરીએ તો સોનું 9462 રૂપિયા પ્રતિ ગ્રામ સસ્તું થયું છે.ગત વર્ષે ઓગસ્ટ મહીનામાં સોનું 56,200 રૂપિયાના ભાવ સુધી પહોંચી ગયું હતું.