સોનાના ભાવ આઠ મહિનાની નીચી સપાટીએ,જાણો કેટલો થયો ઘટાડો

183

ડાયમંડ ટાઈમ્સ

વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ 1782.61 ડોલર પ્રતિ ઔંસે સ્થિર છે.ગત વર્ષે સોનાના ભાવમાં 25 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો.પરંતુ આ વર્ષે સોનાના ભાવો કોરોના રસી અને રાહત પેકેજને કારણે નીચે રહ્યા હોવાનુ જાણકારો માની રહ્યા છે.

અમદાવાદ બુલિયન બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ઘટીને 48300 રૂપિયા થઇ ગયો છે.જેમાં છેલ્લા 2 દિવસમાં 800 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.હોલમાર્ક સોનાનો ભાવ 47334 રૂપિયા હતો.જેમાં 17 દિવસમાં 2166 રુપિયાનો ઘટાડો થયો છે.સોનાના ભાવઘટાડા પાછળ બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં કરાયેલો ઘટાડો, ક્રૂડમાં ઊછાળો,ઇક્વિટીમાં ઊંચુ રિટર્ન સહીતના અનેક પરિબળો જવાબદાર છે.દિલ્હીમાં સોનું MCX પર વાયદામાં 0.4 ટકા ઘટી 46,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે.જ્યારે ચાંદી 0.4 ટકા વધીને 69500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઇ છે.