તહેવારો અને લગ્નસરાની માંગના પગલે આગામી મહીનાઓમાં સોનાની આયાતમાં વધારો થવાની શકયતા

29

DIAMOND TIMES – તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે સોનાની માંગમાં વૃદ્વિના કારણે આગામી મહિનાઓમાં ભારતમાં સોનાની આયાતમાં વધુ વધારો થવાની શકયતા જેમ્સ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ વ્યકત કરી છે.ચાલુ ખાતાની ખાધ પર અસર કરતી સોનાની આયાત એપ્રિલથી સપ્ટેમ્બર-2021 દરમિયાન વધીને 24 અબજ ડોલર જેટલી રહી છે.

જીજેઈપીસીનું કહેવું છે કે છેલ્લા છ મહિના દરમિયાન સોનાની આયાતમાં વધઘટનો ટ્રેન્ડ રહ્યો છે અને કોવિડ પૂર્વેના સ્તર પર આંકડા આવતાં જોવાઈ રહ્યા છે.સોનાની આયાત મે-2021માં 12.98 ટન અને જૂન-2021માં 17.57 ટન રહી હતી.જો કે તે સમયે દેશવ્યાપી લોકડાઉન હતુ.અને ટૂંકાગાળા માટે જેમ્સ એન્ડ જવેલરી સહિતના ઘણા ઉદ્યોગો ઠપ્પ થયા હતા.સોનાની આયાત ઓગસ્ટમાં વેગ પકડી 118.08 ટન બીજી સૌથી વધુ નોંધાઈ હતી.

જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહનું કહેવું છે કે જુલાઈ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2021માં સોનાની આયાતમાં વધારો લોકાડાઉન ઉઠાવી લેવાના કારણે સ્થાનિક અને નિકાસ માંગ વધવાના કારણે જોવાયો છે.આ સાથે તહેવારોની સીઝન શરૂ થતાં પ્રોડક્ટસની માંગમાં તીવ્ર વૃદ્વિ નોંધાઈ છે.તેમણે ઉમેર્યુ કે આગામી મહિનાઓમાં તહેવારોની અને લગ્નસરાની સીઝનના કરાણે જવેલરીની સ્થાનિક અને પ્રમુખ આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગને વધુ વેગ મળવાની શકયતાએ સોના ની આયાતમાં વધારો થવાની સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં જેમ્સ અને જવેલરીની નિકાસ વધીને ૧૯.૩ અબજ ડોલરની થઇ છે.