જ્વેલરીની માગ સપ્ટે. ક્વાર્ટરમાં 58% વધી 96.2 ટન જ્યારે રોકાણ માગ 27 ટકાની વૃદ્ધિ સાથે 42.9 ટન નોંધાઈ
DIAMOND TIMES – સોનાની કિંમતો રેકોર્ડ સ્તરથી સરેરાશ 15 ટકા સુધી નીચે રહેવાના કારણે દેશમાં સોનાની માગ માં ઝડપી વધારો થયો છે.નાણાકીય વર્ષના જુલાઇ થી સપ્ટેમ્બર સુધીના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માગમાં 47 ટકાનો વધારો થઇ 139.1 ટન રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં દર્શાવાયું છે.
હજુ પણ આગામી મહીનાઓમાં સોનાની માંગમા ઝડપી વૃદ્ધિ થવાનો અંદાજ છે.અહેવાલ મુજબ સોનાની માગની તુલના એ જ્વેલરીની માગમાં ઝડપી વધારો થયો છે.તહેવારોના કારણે જ્વેલરીની માગમાં ઝડપી વૃદ્ધિ થઇ છે.જો કે સોનાની વૈશ્વિક માગમાં સરેરાશ 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2020ના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશમાં સોનાની માંગ 94.6 ટન હતી.
મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માગ 37 ટકા વધી 59330 કરોડ પહોંચી છે.જે અગાઉના વર્ષે આ સમયમાં 43160 કરોડ નોંધાઇ હતી.જ્યારે જ્વેલરીની માગમાં 48 ટકાનો વધારો થઇ રૂપિયા 41030 કરોડ પહોંચી છે.જે અગાઉના વર્ષે આ સમયગાળામાં રૂપિયા 27750 કરોડની હતી.માગમાં વધારો થવાનું અન્ય કારણ રસીકરણમાં ઝડપી વૃદ્ધિ, અર્થતંત્રમાં ઝડપી રિકવરી હોવાનું ભારતના સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે ચોથા ક્વાર્ટરમાં આયાતમાં ઘટાડો થઇ શકે છે. કેમકે તહેવારોના કારણે સ્ટોક પહેલાથી જ થઇ ચૂક્યો છે.આગામી તહેવારો અને લગ્નની સીઝન સાથે સોનાની માંગ પ્રત્યે વધુ ઉત્સાહ છે.સોનાની વૈશ્વિક માગ 7 ટકાના ઘટાડા સાથે 830.8 (894.4) ટન રહી છે. જોકે, જ્વેલરીની માગ 33 ટકાની વૃદ્ધિ સાથે 442.6 (332.9) ટન રહી હતી.આ ઉપરાંત રોકાણ માગમાં 53 ટકાનો ઘટાડો થઇ 235 (495) ટન રહી હતી.
ગ્રાહકો સોનાની ઓનલાઇન ખરીદી તરફ પણ ડાઇવર્ટ થયા છે.એટલું જ નહીં સોનાની ખરીદીની ડિજિટલ દ્વારા ચૂકવણી માં ઝડપી વધારો થયો છે. અગ્રણી જ્વેલર્સ દ્વારા ડિજિટલ ગોલ્ડ અને UPI પ્લેટફોર્મ સાથે જોડાણથી ખરીદદારો અને રોકાણકારો ઓનલાઈન ખરીદીને પ્રાધાન્ય આપતા વોલ્યુમમાં નોંધપાત્ર વધારો થયો છે.આ ઉપરાંત સતત વધી રહેલો ફુગાવો સોનાની માગને આગળ ધપાવે છે.સોનાની કિંમતો રેકોર્ડ સ્તરથી સરેરાશ 15 ટકા ઘટતા ગ્રાહકો દ્વાર સોનાના રિસાયકલમાં ઘટાડો જોવા મળ્યો છે. રિસાયકલની સામે નવી માગ વધી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિસાયકલમાં 50 ટકાનો ઘટાડો થઇ 20.7 ટન જ રહ્યું છે જે અગાઉ વર્ષે 41.5 ટન અગાઉના વર્ષે રહ્યું હતું. સોનાની કિંમતોમાં ઝડપી વધારો થાય તે સમયગાળામાં જ રિસાયક્લમાં વદ્ધિ જોવા મળે છે.