ભારતમાં 2025 સુધીમાં ધનકુબેરોની સંખ્યા ડબલ થઈ જશે,આ રેસમાં ચીન પણ સામેલ છે. હીરા અને ઝવેરાતના મુખ્ય બજાર અમેરિકામાં અલ્ટાહાઈ નેટવર્થ ધરાવતા લોકોની સંખ્યા 2021ની સરખામણીએ 36 ટકા વધીને 2025 સુધીમાં 28000 ને પાર થઈ જશે.વર્તમાન સમયમા અમેરીકા પછી ચીન હીરા -ઝવેરાતના બીજા નંબરના માર્કેટ તરીકે ઉભરી રહ્યુ છે.ઉપરાંત ભારતના સ્થાનિક બજારમાં પણ હીરા જડીત ઝવેરાતની માંગ વધી રહી છે.આ પ્રકારના વૈશ્વિક પરિવર્તનથી કહી શકાય કે હીરા અને ઝવેરાતની ખરીદી કરનાર એક મોટો ધનિક વર્ગ ઉભરી રહ્યો છે.
DIAMOND TIMES – ભારત,ચીન સહીત વિશ્વના અનેક દેશોમાં વસતા 66000 જેટલા‘સુપર રીચ’પરિવારોની હાલની કુલ સંપતિ 22 લાખ કરોડ ડોલર છે.વિશ્વના મોટાભાગના લોકો લોકડાઉનના સમયમાં ધંધા -રોજગાર બંધ રાખી ઘરમાં કેદ હતા.પરિણામે તેની નકારાત્મક અસરના પગલે નાનો અને મધ્યમ વર્ગ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે.આ વર્ગ ફરીથી નાણાંકીય સધ્ધરતા મેળવી શકશે કે કેમ તે અંગે અનેક શંકાઓ છે.પરંતુ તેનાથી વિપરીત ધનવાન વર્ગનું ચિત્ર સાવ અલગ જ ઉપસ્યુ છે. કોરોના કાળની નકારાત્મક અસર ધનિકોને સ્પર્શી શકી નથી.પરંતુ ધનવાનો વધુ ને વધુ ધનવાન થવાની આગાહી કરવામાં આવી છે.ગ્લોબલ વેલના રીપોર્ટ -2021માં ધનિકો માટે આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર વર્ષમાં ધનિકોની સંપતિમાં જંગી વધારો થવાનો છે.જેથી વિશ્વમાં ધનકુબેરોની સંખ્યા ડબલ થઈ જવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે.
2021નાં ગ્લોબલ વેલના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુપર રીચની સંખ્યામાં આવતા ચાર વર્ષમાં મોટો વધારો શકય છે.ધનકુબેરની સંખ્યામાં અમેરિકાનો જ દબદબો છે. હીરા અને ઝવેરાતના મુખ્ય બજાર અમેરિકામાં અલ્ટાહાઈ નેટવર્થ ધરાવતા લોકોની સંખ્યા 2010 ની સરખામણીએ 36 ટકા વધીને 2025માં 28000 થઈ જશે.
બોસ્ટન ક્ધસકટ્રીંગ ગ્રુપનાં રિઝર્વ રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ધનકુબેરોની સંખ્યામાં સૌથી વધુ ઝડપ ચીન અને ભારત જેવા દેશોમાં હશે.આ બન્ને દેશોમાં 2025 સુધીમાં સુપરરીચ ડબલ થઈ જશે.ચીનમાં સંખ્યા વધીને 13620 તથા ભારતમાં 14000 થશે.દસ કરોડ ડોલર અર્થાત 740 કરોડ રૂપિયા કે તેથી વધુ સંપતીની ટકાવારી ધોરણે વૃધ્ધિમાં ભારત-ચીનનો દબદબો રહે તેમ છે.વિશ્વમાં હાલ અલ્ટ્રાહાઈ નેટવર્થ ધરાવતા લોકોની સંખ્યા 66000 અને તેઓની કુલ સંપતિ 22 લાખ કરોડ ડોલર એટલે કે આશરે 1607.88 લાખ કરોડ રૂપિયા છે.ઉલ્લેખનિય છે કે હીરા ઝવેરાત માટે વર્તમાન સમયમા અમેરીકા પછી ચીન બીજા નંબરના માર્કેટ તરીકે ઉભરી રહ્યુ છે.આ ઉપરાંત ભારતના સ્થાનિક બજારમાં પણ હીરા જડીત ઝવેરાતની માંગ વધી રહી છે.આ પ્રકારના વૈશ્વિક પરિવર્તન અંગે કહી શકાય કે હીરા અને ઝવેરાતની ખરીદી કરનાર એક મોટો ધનિક વર્ગ વિશ્વમાં ઉભરી રહ્યો છે.