2021 માં વૈશ્વિક રફ ઉત્પાદન 113 મિલિયન કેરેટને આંબી જશે

857

DIAMOND TIMES – ડેટા અને એનાલિટિક્સ કંપની ગ્લોબલ ડેટાના અહેવાલ મુજબ ચાલુ વર્ષ-2021 દરમિયાન રફ હીરાનું વૈશ્વિક ઉત્પાદન 1.4 ટકા વધીને લગભગ 113 મિલિયન કેરેટ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રશિયાની વિવિધ ખાણોની વાત કરીએ તો તે રફ હીરાના ઉત્પાદનમાં મધ્યમ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા છે.પરંતુ આફ્રીકન દેશ બોટ્સવા રફ ઉત્પાદનમાં 37 ટકા,કેનેડા 16.6 ટકા અને અંગોલા 26.3 ટકાની વૃદ્ધિ કરે તેવી અહેવાલ માં આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે ગત વર્ષ 2020માં કોરોના મહામારીના પ્રભાવ હેઠળ રફ હીરનું ઉત્પાદન અંદાજિત 19.4 ટકા ઘટીને 111.4 મિલિયન કેરેટ થઈ હતુ.ગુલાબી હીરાના ઉત્પાદન માટે વિખ્યાત ઓસ્ટ્રેલિયાની આર્ગાઈલ માઇન્સમા નવેમ્બર – 2020માં ઉત્પાદન બંધ કરી રિયોટીન્ટો કંપનીએ તેના શટર પાડી દીધા છે .જ્યારે કોરોનામાં સહુથી વધારે પ્રભાવિત બોટ્સવાનાનું રફ ઉત્પાદન 28.5 ટકા ઘટીને 16.9 મીટર કેરેટ થયુ હતુ.વળી ડેબ્સવાનાબી માલિકીની ઓરાપા માઈન્સમાં ઓપરેશનલ સમસ્યાઓથી પણ રફ ઉત્પાદન પ્રભાવિત થતુ હતુ.ચાલુ વર્ષે રશિયા રફ હીરાના વિશ્વના સહુથી મોટા રફ સપ્લાયર તરીકેનું સ્થાન જાળવી રાખશે તેવી ધારણા છે.જ્યારે અંગોલા પાંચમા સૌથી મોટા ઓપરેટર તરીકે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોથી આગળ નીકળી જશે એમ ગ્લોબલડેટાના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.