વર્ષના અંત સુધીમાં વૈશ્વિક રફ ઉત્પાદન 120 મિલિયન કેરેટ થવાની ધારણા : પૌલ ઝિમ્નીસ્કી

28

DIAMOND TIMES -વૈશ્વિક હીરા બજારના જાણીતા વિશ્લેષક પૌલ ઝિમ્નીસ્કી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ માં જણાવવામાં આવ્યુ છે કે કેલેન્ડર વર્ષ 2021ના અંત સુધીમાં વૈશ્વિક રફ હીરા ઉત્પાદન 120 મિલિયન કેરેટ સુધી પહોંચવાની અપેક્ષા છે.જે વર્ષ 2017માં 150 મિલિયન કેરેટના ઊંચા સ્તરની સરખામણીએ 20 ટકા જેટલુ ઓછુ હશે . જ્યારે COVID-19 ના કારણે ગત વર્ષ-2020મા થયેલા 111.4 મિલિયન કેરેટની તુલનાએ લગભગ 30 ટકા વધારે થશે.

અંગોલામાં નવી ખાણ શરૂ થતા રફ હીરાના ઉત્પાદનને ટેકો મળશે

તાજેતરમાં અંગોલાના મુખ્ય શહેર સૌરિમોમાં આયોજીત અંગોલા ઇન્ટરનેશનલ ડાયમંડ કોન્ફરન્સને સંબોધતા પૌલ ઝિમ્નીસ્કીએ જણાવ્યું હતું કે અંગોલામાં હીરા ની નવી શોધાયેલી લુઆક્સ ખાણમાં ઉત્પાદન શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ ખાણામાં ઉત્પાદન શરૂ થતાની સાથે જ વૈશ્વિક રફ ઉત્પાદન ને વેગ મળશે.

અંગોલાના ખનિજ સંસાધન અને પેટ્રોલિયમ મંત્રી ડાયમેન્ટિનો એઝેવેડોએ એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે અમે 2022માં લ્યુએક્સ ડિપોઝિટને સંરચિત અને સંગઠિત પરંપરાગત ખાણમાં રૂપાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ આ નવી લુએક્સ ખાણમાથી 2023 સુધીમાં 5.7 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન મળવાની અપેક્ષા છે.

દરમિયાન ઝિમ્નિસ્કીએ ઉમેર્યુ હતુ કે કોરોના મહામારીના પગલે વર્ષ 2020 દરમિયાન હીરા અને જ્વેલરીની માંગમાં અંદાજીત 15થી 20 ટકા જેટલો ઘટાડો થયો હતો.પરંતુ 2020ના અંતિમ ચરણમાં અમેરીકા-યુરોપ,ચીન સહીત વૈશ્વિક ડીમાન્ડના પગલે માંગમા મજબૂત રિકવરી જોવા મળી હતી. તેજીનો આ દોર આગામી નવા વર્ષમાં પણ સંભવત: અવિરત પણે ચાલુ રહેવાની મજબુત ધારણા છે.જેની પાછળ જેમા વૈશ્વિક અર્થતંત્રની તરલતા,વિશ્વના સહુથી મોટા બજાર ગણાતા ચાઈનાના અર્થતંત્રની વૃદ્ધિ સહીતના અનેક પરિબળો છે.ચીનમાં પાછલા ચાર વર્ષમાં બ્રાન્ડેડ જ્વેલરી સ્ટોર્સની સંખ્યા 1300 થી વધીને 5000 થઈ છે.