DIAMOND TIMES – રજાઓ અને કોરોનાના ભય વચ્ચે તૈયાર હીરાનો વૈશ્વિક કારોબાર થોડો ધીમો પડ્યો છે.પરંતુ ડીલરો સહીત સમગ્ર માર્કેટ ચેઈન વર્ષ 2021 ઉત્સાહજનક રહેવા અંગે આશાવાદ અને આત્મવિશ્વાસથી ભરપુર છે.ગત વર્ષ 2020માં લોકડાઉનની અવધિની તુલનામાં ચાલુ વર્ષે બીજા કવાર્ટરમાં મજબૂત વિકાસ જોવા મળી રહ્યો છે.કોરોના મહામારીને નાથવા અમેરીકામા થઈ રહેલી ઝડપી રસીકરણ પ્રક્રીયા અમેરીકાના ડીલરો અને ઝવેરીઓને કારોબાર માટે ઉત્તેજન આપે છે.જંગી ડીમાન્ડના પગલે રફ હીરાના ભાવમાં વધારો થતા હીરાના મેન્યુફેકચરીંગ એકમો માટે પ્રોફીટ માર્જીનની સ્થિતિ ટાઈટ બની છે.અગ્રણી રફ ઉત્પાદક કંપની ડી બિયર્સએ ચાલુ મહીનામાં રફના પુરવઠાને મર્યાદિત કર્યો છે.
ફેન્સી હીરા બજાર :-
ફેન્સી હીરા જડીત સગાઈ રિંગ્સની ડીમાન્ડ અને વેંચાણમાં ઉત્સાહજનક વધારો જોવા મળી રહ્યો છે.જેને પગલે ખાસ કરીને ઓવલ, પિયર્સ , એમરાલ્ડ અને રેડિયેન્ટ્સ કટના 2 કેરેટની આસપાસ વજન ધરાવતા હીરાની ખુબ માંગ છે.જ્યારે કુશિન,પ્રિન્સેસ અને માર્કીઝની માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.ચીનના અર્થતંત્ર મજબુત બનતા ચીની ગ્રાહકો તરફથી મળતા ઓર્ડર ગ્લોબલ હીરા માર્કેટને મજબુત ટેકો આપી રહ્યા છે.
અમેરીકાના બજારો :- ગત ફેબ્રુઆરી અને માર્ચની શરૂઆતમાં હીરાના કારોબારમાં થયેલી ઝડપી વૃદ્ધિ પછી પોલિશ્ડ ટ્રેડિંગ થોડુ ધીમુ પડી રહ્યુ છે.પરંતુ 1 થી 2 કેરેટની રેન્જમાં G-I, I1-I2 ક્વોલોટીમાં સારી ડીમાન્ડ છે.ઉપરાંત 2 થી 3 કેરેટની રેન્જમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેન્સી હીરાની માર્કેટમાં અછત દેખાઈ રહી છે.
બેલ્જિયમ:-બેલ્જિયમમાં કોવિડના કેસોમાં વધારો થતા અને લોકડાઉનના ભયને કારણે બજાર સ્થિર છે,પણ પહેલા કરતા કારોબાર શાંત છે.2 થી 4 કેરેટ વજન રેન્જમાં હીરાની માંગ વધી છે.મોટી સાઈઝના પિયર્સ અને ઓવલ કટમાં માંગ મજબૂત છે.અગ્રણી રફ ઉત્પાદક કંપની ડી બિયર્સ સહીત અન્ય કંપનીઓના રફ હીરાના પુરવઠાની તંગી છે.
ઇઝરાઇલ: ઈઝરાઈલમાં ચૂંટણી અને જાહેર રજા તેમજ કોરોનાની મહામારીનાં પગલે વ્યવસાયિક પ્રવૃત્તિ ધીમી પડી છે. I-K કલર રેન્જમાં 0.30 થી 0.50 કેરેટ અને D-F, IF-VS2ના ભાવ અને ડીમાન્ડ અગાઉના એક મહીનાની સ્થિતિએ નરમ છે.
ભારત: તાજેતરના સપ્તાહમાં હીરાનું ટ્રેડિંગ થોડુ સ્લો છે.પરંતુ સારી બાબત એ છે કે કોવિડ -19 કેસોમાં વધારો થવા છતા પણ કારોબારને અસર થઈ નથી.પરંતુ રફ હીરામા થયેલા ભાવ વધારાના કારણે રફની ખરીદીમા મેન્યુફેકચર્સ સાવધાની દાખવી રહ્યા છે.રફ હીરાના ભાવો મજબુત બનતા નફા માર્જિન ટાઈટ થયા છે.
હોંગકોંગ: બજાર પ્રમાણમાં શાંત છે.પરંતુ 0.30 થી 0.80 કેરેટ રેન્જમાં F-J, VS-SI હીરાની માંગ સ્થિર છે.1 કેરેટ અને તેનાથી વધુ વજનના હીરાની માંગ નિરસ રહી છે.કોરોના મહામારીના કારણે ચીન સહીત અન્ય દેશોના પ્રયર્ટકોના અભાવના કારણે હીરાની માંગમા નિરસતા છે.પરંતુ હીરાના રિટેલ કારોબારીમા ઝડપી રિકવરી બાબતે કારોબારીઓ આશાવાદી છે.
Weekly Monthly Y2Y
0.30 ct -0.62% -0.01% 4.91%
0.50 ct -0.58% -0.30% 15.45%
1.00 ct 0.06% 1.63% 15.25%
3.00 ct -0.08% 1.30% 2.68%