બોન્ડ માર્કેટમાં ચળકાટ:વૈશ્વિક રોકાણકારો સોના-ચાંદીના બદલે બોન્ડ માર્કેટ તરફ ડાઈવર્ટ થશે, સોનું 51000 સુધી ઘટે તેવી વકી

21

DIAMOND TIMES : અમેરિકા, યુરોપ, ચીનમાં ફરી સ્લોડાઉનની સ્થિતી જોવા મળી છે જેમાં આ વખતે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં ડિમાન્ડની સંભાવના નહિંવત્ હોવાનું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. વ્યાજદર વધતા અને બોન્ડ માર્કેટમાં યિલ્ડની તેજી રોકાણકારોને ઇક્વિટી -બૂલિયનથી ડાયવર્ટ કરશે. ડોલર ઇન્ડેક્સ 110ની સપાટી કુદાવે તો વૈશ્વિક સ્તરે સોનું ઘટી 1670-1630 ડોલર સુધી ઘટી શકે છે જ્યારે સ્થાનિક બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ ઘટી 51000 થાય તો નવાઇ નહીં. ચાંદી 52500નું અનુમાન છે. રૂપિયો મજબૂત બને તો ઝડપી ઘટાડો જોવા મળી શકે છે.

ડોલર ઇન્ડેક્સની તેજીથી મેટલ્સ નરમ

1. ચીનની માગ અટકતા બજારને સપોર્ટ નહીં: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો નહિંવત્ છે. ચીનમાં હજુ સ્લોડાઉનની સ્થિતી છે જેથી બજારમાં તેજી અટકી છે. ચીનની માગ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે.

2. લીડ તથા કોપરમાં ટ્રેન્ડ મજબૂતીનો રહેશે : વૈશ્વિક મેટલ્સની માગ ખુલવા લાગી છે. કે બેટરી મટીરિયલની માગ ફરી ધીમી ગતીએ ખુલશે જેના કારણે મોટા ભાગની મેટલ્સમાં સુધારાની ચાલ જોવાશે 5 ટકા સુધારો થઇ શકે છે.

3. ડોલર ઇન્ડેક્સ સુધરતા ટ્રેન્ડ નરમઃ ડોલર ઇન્ડેક્સમાં સુધારો જળવાઇ રહ્યો છે. વધી 110 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે તેના અનુસંધાને મેટલ્સમાં સુધારો અટક્યો છે. ડોલર વધુ મજબૂત બને અને માગ અટકે તો બજાર ઘટી શકે.