ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી જતા ધૌલીગંગા નદીમાં અચાનક પુર આવતા આ દુર્ઘટનાથી અંદાજે 150 લોકો લાપત્તા થયાની આશંકા સેવાઈ રહી છે.તપોવન વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાથી NTPC અને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને તપોવન,શ્રીનગર તેમજ ઋષિકેશ ડેમને પણ પારાવાર નુકસાન થયું છે.આ પ્રોજેક્ટમા કામ કરતા 150 મજૂરો ગુમ છે તો ધૌલીગંગા નદીના કિનારે વસેલા અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે.બીજી તરફ અનેક ગામોને ખાલી કરાવવાની પ્રક્રીયા યુધ્દ્ધના ધોરણે હાથ ધરવામા આવી છે.

આ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યુ કે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી મેળવી ચમોલી જિલ્લા પ્રશાસન,પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને ઘટતુ કરવાનાં તાબડતોબ આદેશ આપવામાં આવ્યા છે.સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે.અલકાનંદ,શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે.લોકોને અફવા નહી ફેલાવવા અને અફવા પર ધ્યાન નહી આપવાની અપીલ કરતા તેમણે કહ્યુ કે સરકાર તમામ જરૂરી પગલાઓ ભરી રહી છે.હરીદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળાને પગલે રાજ્ય સરકારે હરીદ્વાર પ્રશાશનને પણ હાઈઅલર્ટ કરી દેવામા આવ્યા છે.
ચમોલી પ્રશાસનના કહેવા મુજબ ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે.અલકાનંદા નદીના કિનારે રહેનાર લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવામાં આવી રહ્યું છે.આ સિવાય ધૌલી નદીમાં પુર આવવાથી તપોવન બંધ તૂટી ગયો છે.અલકાનંદનું વોટર લેવલ વધવા પર વધારાનું પાણી છોડવામાં મુશ્કેલી ન સર્જાય એ માટે અધિકારીઓએ સરોવરનું પાણી ઘટાડવા આદેશ આપ્યો છે.