DIAMOND TIMES – દરેક પ્રકારની આપત્તિના સમય હરહંમેશ સેવા માટે તત્પર મુંબઈની સખાવતી સંસ્થા જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશનને આર્થિક સહયોગ આપવા આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન અને વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલે વૈશ્વિક હીરા કારોબારીઓને અપીલ કરી છે.ઉલ્લેખનિય છે કે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના નેજા હેઠળ ચાલતી જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીના વિકટ સમયમાં દર્દીઓને ફૂડ જ્યારે હોસ્પીટલમાં દવાઓ , ઓક્સિજન , વેન્ટીલેટર,જનરેટર્સ સહિત સારવારમા જરૂરી સાધન સામગ્રીના દાન થકી સરાહનિય સેવાકાર્ય કરી રહી છે.
ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન પ્રમુખ રાની વાન્ડરલિંડન અને વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (WDC)ના પ્રમુખ એડવર્ડ એશ્કરે કહ્યુ કે અમે આ મહામારીના સમયમાં ભારત અને હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારોને ઉદારતાથી મદદ કરવા હાકલ કરી છે.જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને શક્ય તમામ મદદ કરવા અમો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.કોરોનાનો ભોગ બનેલા રત્નકલાકારો અને તેના પરિવારોને હુંફ આપવાના ઉદ્દેશ્ય સાથે મુંબઈની સખાવતી સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશનનું સેવાકાર્ય સરાહનિય છે.
સુરત સહીત ગુજરાતમાં લાખોની સંખ્યામાં રત્નકલાકારો છે.જે પૈકી અનેક રત્નકલાકારો કે તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. અમુક રત્નકલાકારોએ તો સ્વજન પણ ગુમાવ્યા છે. સ્વજન ગુમાવવાના મોટા આઘાતની સાથે રત્નકલાકારોને આર્થિક રીતે પણ ખુબ મોટુ નુકસાન થયું છે.જેને લક્ષમાં રાખીને જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ કોલીન શાહે હીરા કારોબારીઓને અપીલ કરતા કહ્યુ કે દેશના લોકો અને આપણી સાથે જોડાયેલા રત્નકલાકારોને મદદની ખુબ જરૂરિયાત છે.જેને પંહોચી વળવા જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન અથાક પ્રયત્ન કરી રહી છે.
આપ પણ જો GJNRFને આર્થિક સહયોગ આપવા માંગતા હોવ તો આ રહી વિગતો : –
BANK OF INDIA – BRANCH: OPERA HOUSE, MUMBAI
AC: 07610100019910 , ACCOUNT TYPE- SAVING
IFSC CODE- BKID0000076 , MICR CODE – 400013045, SWIFT – BKIDINBBO0H