મહામુલી જીંદગી બચાવવા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશને હાથ ધર્યુ મેગા અભિયાન

727

DIAMOND TIMES– ભારતના રત્ન અને ઝવેરાત ઉદ્યોગ દ્વારા સમર્થિત મુંબઈની સેવાભાવી સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારી વચ્ચે લોકોની મહામુલી જીંદગી બચાવવા મેગા અભિયાન હાથ ધરાયુ છે.ઉલ્લેખનિય છે કે આ સંસ્થાએ ગત વર્ષે ચલાવેલા રાહત અભિયાનનો અનેક જરૂરીયાત મંદ વ્યક્તિઓને લાભ મળ્યો હતો.આ સંસ્થાના સમાજ સેવાના ઉમદા કાર્ય બદલ તેમને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ માનભર્યુ સ્થાન મળ્યુ હતુ.

લોકોની મહામુલી જીંદગી બચાવવાના સેવાકાર્યને પ્રાથમિકતા : સંજયભાઈ કોઠારી

જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજયભાઈ કોઠારીએ કહ્યુ કે અગાઉના વર્ષની સરખામણીએ વર્તમાન સમયની સ્થિતિ અને જરૂરીયાત અલગ છે.હાલમાં લોકોને સમયસર સારવાર પ્રાપ્ત થાય અને મહામુલી જીંદગી બચાવવાના ભગીરથ કાર્યને પ્રાથમિકતા આપી ઓક્સિમીટર,ઓક્સિજન,વેન્ટિલેટર અને દવાઓ સહીતની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી ઉપાડી છે.જીજેએનઆરએફ દ્વારા અનેક હોસ્પિટલો, આરોગ્યની સેવા આપતી સંસ્થાઓને વેન્ટિલેટર, ઓક્સિજન મશીન તેમજ દવા સહીતની ચીજોની આપુર્તિ કરવા અમો સંકલ્પબધ્ધ છીએ.

સંજયભાઈએ વધુમાં કહ્યુ કે અત્યારે ખાસ કરીને નાના શહેરોમાં આરોગ્ય સેવાની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી.આવા નાના શહેરોમાં અમો વધુ ધ્યાન આપી રહ્યા છીએ.ગુજરાતમાં બનાસકાંઠા અને ધરમપુરમાં શરૂ થનારી કોવિડ હોસ્પિટલને અમો આર્થિક મદદ કરી રહ્યા છીએ. આ ઉપરાંત મુંબઈની વિલે પાર્લે અને જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન દ્વારા સંચાલિત બે કોવિડ સેન્ટરોને પણ અમો આર્થિક ટેકો આપી રહ્યા છીએ.

ગત વર્ષ દરમિયાન GJNRF એ કરેલા સેવા કાર્યની ઝલક

ગત વર્ષ દરમિયાન GJNRF એ કરેલા ઉમદા સેવા કાર્ય બદલ તેમને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ માનભર્યુ સ્થાન મળ્યુ હતુ.ગત વર્ષે આ સંસ્થાએ મુંબઈ, ગઢચિરોલી, દહિસર,મલાડ તેમજ ગુજરાતમાં નવસારી, સુરત, વિસનગર,બોટાદ તથા ભાવનગર જિલ્લાનાં રત્નકલાકારો સહીત દિવ્યાંગ, વિધવા કે અનાથ ભાઈઓ, બહેનોને રાહત આપવાની કામગીરીમાં એમ્બ્યુલન્સ સેવા અર્પણ , અનાજ કરિયાણા કીટ વિતરણ, દવા વિતરણ, માસ્ક વિતરણ સહીતના અનેક સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા.

– મુંબઈમાં એક મહિના માટે 6,000 લોકોને દૈનિક ભોજન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત 40,000 માસ્ક,25,000        આઈવેર, 22,000 ગ્લોવ્સ,25,000 પીપીઈ કિટ્સ,21,000 ડાયપર, 24,000 લિટર સેનેટાઈઝર,960 કોવિડ        પરીક્ષણ કિટ્સ,તેમજ પલ્સ ઓક્સીમીટર અને ટેંમ્પરેચર ગનનું વિવિધ હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનમાં વિતરણ

– જુહુ અને ડોમ્બિવલીની બે હોસ્પિટલોમાં 8 ડાયાલિસિસ મશીન તેમજ મુંબઇ અને સુરતની મહાવીર હોસ્પિટલને
10 એરવો પોર્ટેબલ વેન્ટિલેટરનું દાન

–  108 સેવાઓ માટે એક રાજ્ય સરકારને તેમજ એક એલિઝાબેથ હોસ્પિટલને મળી કુલ 2 એમ્બ્યુલન્સનું દાન
–  ટાટા મેમોરિયલ હોસ્પિટલને 3 ઇન્ટેલીવ્યુ મોનિટરનું દાન

– બીકેસીના ક્વોરેન્ટાઇન સેન્ટરને 400 બેડનુ દાન
– એમડીએમએના 1,300 સભ્યોને આર્થિક સહાય
– સરકારી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફ સહીત 5,000 લોકોને સવારનો નાસ્તો,બપોરના ભોજનની સેવા
– વિવિધ હોસ્પિટલોમાં 20 હાઈ ફ્લો થેરપી મશીનનું દાન
– અલીબાગ સિવિલ હોસ્પિટલમાં 2000 શિશુ વેન્ટિલેટરનું દાન