જયપુરમાં રફ જેમ્સ સ્ટોન સોર્સિંગ શો નું જીજેઇપીસી દ્વારા આયોજન

515

રંગીન રત્નોના કારોનાર સાથે સંકળાયેલા ભારતિય ઉદ્યોગકારો તેમજ ઝામ્બિયાની રફ એમેરલ્ડ સપ્લાયર , ખાણ કંપનીઓ , મોઝામ્બિકની રફ રૂબી સપ્લાયર, ખાણ કંપનીઓ વચ્ચે કારોબાર અને વ્યાપારીક સબંધો વધારવા જયપુર જેમ્સ સ્ટોન સોર્સિંગ શો બનશે એક મહત્વ પુર્ણ સેતુ…

DIAMOND TIMES –પીંક સીટી તરીકે વિખ્યાત જયપુર રંગીન રત્નોના કટીંગ પોલિશીંગ , રંગીન રત્નો જડીત જ્વેલરીનું મેન્યુફેકચરીંગ – કારોબારનું કેન્દ્ર છે.આ બાબતને લક્ષ્યમાં રાખી જયપુર સહીત રત્નોના ભારતિય ઉદ્યોગ સાહસિકો- કારોબારીઓને ડાયરેક્ટ ખાણમાથી જ વ્યાજબી ભાવની ગુણવત્તાયુક્ત રફ (કાચા કલરસ્ટોન સ્ટોન) મળે તેવા ઉમદા હેતુ સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જયપુરમાં રફ જેમ્સ સ્ટોન સોર્સિંગ – શો (IRGSS 2021)નું આયોજન કરવામાં આવ્યુ છે.

જીજેઇપીસીના પ્રાદેશિક અધ્યક્ષ,જયપુરના કસ્ટમ્સ કમિશનર શ્રી નિર્મલ કુમાર બારડિયા, જયપુરના અગ્રણી જ્વેલર્સો સહીતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે (IRGSS 2021) શો 13 માર્ચ અને શનિવારના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.એક સપ્તાહ સુધી ચાલનારા આ શો નું આગામી 19 એપ્રિલના રોજ સમાપન થનાર છે.IRGSS 2021માં આફ્રીકન દેશ ઝામ્બિયાના રફ એમેરલ્ડ સપ્લાયર, મોઝામ્બિકના રફ રૂબી સપ્લાયર સહીત અનેક ખાણ કંપનીઓએ હાજરી આપી છે.

ભારત હીરા અને રંગીન રત્નો કટીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ માટે વિખ્યાત છે.પરંતુ મોટી તકલીફ એ છે કે ભારતમાં વર્તમાન સમયે રફ હીરા કે રફ રંગીન રત્નોની ખાણો ન હોવાથી ભારતીય રત્ન કટીંગ અને પોલિશિંગ ઉદ્યોગે કાચા માલ માટે વિદેશ પર નિર્ભર રહેવુ પડે છે.જેને કારણે ઝવેરીઓ- કારોબારીઓ માટે વ્યાજબી ભાવ અને ગુણવત્તા યુક્ત કાચા માલનો સતત પુરવઠો મેળવવો એક મોટો પડકાર રહ્યો છે.આવી સ્થિતિ વચ્ચે રફ જેમ્સ સ્ટોન સોર્સિંગ- શો (IRGSS 2021) ભારતના કારોબારીઓ -ઉદ્યોગકારો અને વિશ્વભરના માઇનર્સ સાથે નેટવર્ક સ્થાપવામાં અને વ્યાપારિક સંબંધો પ્રસ્થાપિત કરવામાં મદદગાર બનશે.

જયપુરમાં આયોજીત થયેલા IRGSS- 2021ના આયોજન અંગે પ્રતિસાદ આપતા જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે રંગીન રત્નોના કટીંગ અને પોલિશીંગ માટે જયપુર વૈશ્વિક કેન્દ્ર છે.જયપુરમાં નીલમ,તાંઝાનાઇટ, મોર્ગનાઇટ સહીત 300થી પણ વધુ પ્રકારના વિવિધ રંગીન રત્નો પર કટીંગ અને પોલિશીંગ પ્રક્રીયા થાય છે.પરંતુ આ ઉદ્યોગ કાચામાલ માટે આયાતલક્ષી હોવાથી આ ક્ષેત્રને સારી ગુણવત્તા ધરાવતા રફ રત્નો ઘર આંગણે મળે એ ખુબ જરૂરી છે.જેને ધ્યાનમાં રાખીને કોરોનાની મહામારીમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની સલામતી માર્ગદર્શિકાઓ મુજબ આ શો નું આયોજન કરવામાં આવ્યુ છે.