હીરા ઉદ્યોગનુ ભાવી બદલવાની ક્ષમતા ધરાવતી અને સુરતના ભીમરાડ રોડ સ્થિત ટાઈટેનિયમ બિઝનેસ હબમાં સાતમા મળે રૂપિયા 4 કરોડના ખર્ચે 2200 સ્કેવર ફૂટમાં આકાર પામેલી નવરત્ન ગેલેરીનો જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહના હસ્તે શુભારંભ થયો છે.ભારતનું પ્રથમ ઓક્શન હાઉસ નવરતન ગેલેરીમાં રફ હીરા , પ્રેસિયસ -સેમી પ્રેસિયેસ સ્ટોન,લેબગ્રોન ડાયમંડ,પ્લેન અને સ્ટડેડ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી,ઇમિટેશન જ્વેલરી ફેશન અને કસ્ટમાઈઝ જ્વેલરી-આર્ટીકલ્સને બાયર્સ નિહાળી શકે,ચકાસી શકે અને પછી ખરીદી કરી શકે તે માટે ખાસ અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યુ છે.
DIAMOND TIMES – આગામી સમયમા સુરતના હીરાઉદ્યોગની ચમક વધે અને રફ કંપનીઓની મોનોપોલીમાથી આઝાદી મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઈ રહ્યુ છે.કારણ કે અનેક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહના હસ્તે હીરા ઉદ્યોગના ભાવી બદલવાની ક્ષમતા ધરાવતી સુરતમા નિર્માણ પમેલી નવરત્ન ગેલેરીનું આજરોજ ઓપનિંગ થયુ છે.જીજેઇપીસીની આ નવરત્ન ગેલેરી હીરા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બને તેવી પુરેપુરી ક્ષમતાઓ અને સંભાવનાઓ રહેલી છે.નવરત્ન ગેલેરી કાર્યરત થતા ભારતના હીરાના વેપારીઓએ રફ હીરાની ખરીદી માટે હવે દુબઈ,રશિયા, બેલ્જિયમ,ઓસ્ટ્રેલિયા,આફ્રિકા સહીતના દેશોમાં લાંબા નહી થવુ પડે. કારણ કે હવે વિશ્વની જાયનટ અને નાની રફ કંપનીઓ સુરતમાં જ રફ હીરાના ઓકશન અને ટેન્ડરના આયોજન કરી શકે એ માટેના દરવાજા ખુલી ગયા છે.
સુરતના ભીમરાડ રોડ સ્થિત ટાઈટેનિયમ બિઝનેસ હબમાં સાતમા મળે આકાર પામેલી જીજેઇપીસીની “નવરત્ન ગેલેરી” રફ હીરા,પ્રેસિયસ-સેમી પ્રેસિયેસ સ્ટોન , લેબગ્રોન ડાયમંડ, પ્લેન અને સ્ટડેડ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી,ફેશન અને કસ્ટમાઈઝ જ્વેલરી – આર્ટીકલ્સનું ટ્રેડીંગ પ્લેટફોર્મ છે.જ્યા વિદેશમાથી ભારતમા આયાત થતા રફ હીરા સહીત અન્ય માલને બાયર્સ નિહાળી શકે,ચકાસી શકે અને પછી ખરીદી કરી શકે તે માટે ખાસ અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યુ છે.
આ કામગીરીની શરૂઆતતો ઘણા મહીના અગાઉથી જ થઈ ચુકી હતી.પરંતુ હવે તે વધુ ઝડપી, અસરકારક અને નિયમિત બનવાનું છે.સુરત હીર ઉદ્યોગનું હબ ગણાય છે.પરંતુ કાચા માલ એટલે કે રફ હીરા માટે સુરતના નાના કારખાનેદારોએ વિદેશના ચક્કર લગાવવા પડે છે.જેમા સમય શક્તિ અને નાણાનો વ્યય થાય છે.પરંતુ હવે સુરતમાં જ કુદરતી રફ હીરા,એચપી એચટી તેમજ સીવીડી રફ હીરા સહીતના અન્ય કીંમતિ રત્નો પણ આસનીથી ઉપલબ્ધ થવાથી સુરતના હીરા ઉદ્યોગના વિકાસને ગતિ મળવાની છે.
જીજેઇપીસીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
સુરતની ચમક વધારનારી ઉપરોક્ત સુવિધાઓ ઉભી કરવામાં કેન્દ્ર સરકારની નોડલ એજન્સી જીજેઇપીસીનું ખુબ જ મહત્વપુર્ણ અને સરાહનિય યોગદાન છે. સુરતના અગ્રણી વેપારીઓના સહયોગથી જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની સંનિષ્ઠ અને અસરકારક કામગીરીનું આ સુંદર પરિણામ છે.દીનેશભાઈ નાવડીયા દ્વારા હીરા અને ઝવેરાત ઉદ્યોગની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે અનેક સરાહનિય કામગીરી કરવામાં આવી છે.પરંતુ તેમની સર્વોત્તમ કામગીરીમાં જીજેઇપીસીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “નવરત્ન ગેલેરી”નો સમાવેશ થાય છે.
તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ નવરત્ન ગેલેરી
સુરત એરપોર્ટથી માત્ર 9 કિ.મી,રેલ્વે સ્ટેશનથી 12 કિ.મી અને સુરત ડાયમંડ બુર્સથી 1 કિ.મીની અંતરે આવેલી અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી “નવરત્ન ગેલેરી”માં હાઈ રિઝ્યુલેશન કેમેરા ધરાવતા 11 એરકંડિશન્ડ વ્યુઇંગ રૂમ,વજન કરવાની કાંટીઓ,યુવી લાઇટ્સ, ડેલાઇટ લેમ્પ્સ,ઇન્ટરકોમ સહીત જરૂરીયાત મુજબની તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ છે.
આ ઉપરાંત અધતન સિક્યુરિટી સિસ્ટમમાં સુરક્ષા કર્મીઓનો ચોકી પહેરા સાથે 24/7 સીસીટીવી કેમેરા,બાયોમેટ્રિક આધારિત રજીસ્ટર પ્રવેશ પ્રક્રીયા , બાયો- ન્યુમેરિક લોકર અને સ્ટ્રોંગરૂમ,ફાયર અલાર્મ સિસ્ટમ અને અગ્નિ શામકો સાધનો,પીએ સિસ્ટમ, વાઇફાઇ,મીટીંગ રૂમ, રિસેપ્શન અને પ્રતીક્ષા ખંડ, પેન્ટ્રી તેમજ મોનીટરીંગ રૂમમાં વિશાળ સ્ક્રીનમાં પરીસરની અંદરની તમામ ગતિવિધી નિહાળવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે.