જીજેઇપીસી દ્વારા રાજકોટમાં પ્રથમ જ્વેલરી કોમન ફેસેલિટી સેંટર (CFC) કાર્યરત

478

DIAMOND TIMES – જીજેઇપીસી દ્વ્રારા ભારતમાં જવેલરી ક્ષેત્ર માટે ૪ સી.એફ.સી.ની સ્થાપના કરવામાં આવી છે જે પૈકી નું એક સી.એફ.સી. રાજકોટમાં (ગુજરાત) સ્થાપવામાં આવ્યું છે. રાજકોટ કે જે એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ નું હબ ગણાય છે ત્યાં સી. એફ. સી. 7મી જૂને કાર્યરત કરી દેવામાં આવ્યું છે. સી. એફ. સી. રાજકોટ જ્વેલરી ક્ષેત્ર માટે કાર્યરત થનાર ભારતનું પ્રથમ જ્વેલરી સી.એફ.સી. બની જવા પામ્યું છે.

જી.જે.ઇ.પી.સી. દ્વારા સી. એફ. સી.ના સ્થાપનાની કલ્પના અને અમલીકરણ કરવામાં આવેલ હતું, તે માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ક્લસ્ટરોના જરૂરિયાતમંદ નાના ઉત્પાદકોને તકનીકી પ્રગતિનો લાભ પૂરો પાડવાનો છે. તે ઉપરાંત તે આ ક્ષેત્ર સાથે હાલમાં સંકળાયેલા કર્મચારીઓને ટ્રેનીંગ મારફત કૌશલ્ય વિકસાવવાની તક પણ પૂરી પાડે છે.

જીજેઇપીસીએ યોજનાના પ્રથમ તબક્કામાં હીરા ઉદ્યોગ માટે ગુજરાતમાં ૪ સી.એફ.સી. સ્થાપ્યા હતા અને રાજકોટ ખાતે નું આ સેન્ટર DoCની CFC યોજના હેઠળ ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ માટેનું ભારતનું પ્રથમ કોમન ફેસેલિટી સેન્ટર છે. સી.એફ.સી.નું સંચાલન લોકલ અસોસિએશન., જ્વેલરી ક્લસ્ટર ફેડરેશન રાજકોટ દ્વારા કરવામાં આવશે. આ CFC રાજકોટના ઝવેરાત ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સોનીબજારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે સી.એફ.સી. લગભગ ૨૩૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં નવીનતમ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવેલ છે.

રાજકોટમાં જ્વેલરી બનાવવાની પ્રવૃત્તિમાં રોકાયેલા કારીગરો મુખ્યત્વે ગુજરાતી અને બંગાળી સમુદાયના છે. પ્લેન ગોલ્ડ જ્વેલરી મેન્યુફેકચરિંગ અને સિલ્વર જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે રાજકોટ ખૂબ જાણીતું છે. લગભગ ૫૦,૦૦૦ કારીગરો પ્લેન ગોલ્ડ જ્વેલરીના ઉત્પાદનમાં સંકળાયેલ છે અને લગભગ ૧ લાખ કારીગરો સિલ્વર જ્વેલરી મેન્યુફેક્ચરીંગમાં સંકળાયેલ છે. રાજકોટમાં હેન્ડ મેઇડ પ્લેન ગોલ્ડ ઝવેરાતનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે ૧૫૦ ટન છે. રાજકોટમાં ૧૫,૦૦૦થી વધુ એકમો છે જે જોબવર્ક નું કાર્ય કરે છે.જી એન્ડ જે ઇન્ડસ્ટ્રી માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે કે જ્વેલરી ઉદ્યોગ માટે પ્રથમ એવા સીએફસી સેન્ટરની સ્થાપના રાજકોટમાં કરવામાં આવી છે.

આ CFC મારફત જ્વેલરી ઉદ્યોગને લગતી સેવાઓ જેમ કે જ્વેલરી ડિઝાઇન (CAD ), સી.એ.એમ (RTP), લેસર સીએનસી, ગોલ્ડ પયોરિટી એનાલયસિસ (XRF), લેસર સોલ્ડરિંગ, લેસર માર્કિંગ, રિફાઇનિંગ અને વાયર એન્ડ પાઇપ ફેસિંટીગ પૂરી પાડવામાં આવશે.આશા છે કે સીએફસી સ્થાનિક ઉદ્યોગને નવી ઉંચાઇ પર લઈ જશે અને માત્ર રાજકોટ જ નહીં પરંતુ સુરેન્દ્રનગર, મોરબી, જસદણ, જૂનાગઢ જેવા નજીકના સ્થળોના એકમોને તેમના વિસ્તારોમાં ઉપલબ્ધ ન હોય તેવી સેવાઓનો લાભ મળશે.