DIAMOND TIMES – કુદરતી હીરાનું પ્રમોશન કરતી સંસ્થા નેચરલ ડાયમંડ કાઉન્સિલની નવીનતમ વૈશ્વિક ઝુંબેશને ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) નું સમર્થન પ્રાપ્ત થયુ છે.
ગત ઑગસ્ટ મહીનામાં રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC)સાથે ભાગીદારીમાં કુદરતી હીરાના પ્રમોશન માટે નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા થેંક યુ,બાય ધ વે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.આ અભિયાન કુદરતી હીરા દ્વારા ખુબ જ મોટા સમુદાયને પ્રાપ્ત થતા સામાજિક-આર્થિક લાભો અંગે પ્રકાશ પાડે છે.કુદરતી હીરાના કારોબારની મદદથી મોટા પાયે રોજગારીના સર્જનની સાથે વિશ્વના 4 મિલિયનથી વધુ ગરીબ લોકોની આરોગ્ય સંભાળ રાખવામાં મદદ મળે છે..ઉપરાંત ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં પણ સહાયક નિવડે છે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આ સકારાત્મક બાબતને વિશ્વ ફલક પર વિસ્તારવાનો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના ચેરમેન કોલિન શાહે નેચરલ ડાયમંડ કાઉન્સિલના કુદરતી હીરાના પ્રમોશન માટેના અભિયાનને સમર્થન આપવાની બાબત અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે નેચરલ ડાયમંડ કાઉન્સિલ સાથેનું જોડાણ સામાજિક -આર્થિક ક્ષેત્રે કુદરતી હીરાના અનન્ય અને મહત્વપુર્ણ યોગદાનને વિશ્વ ફલક પર વ્યાપક બનાવવામાં મદદ રૂપ સાબિત થશે.
ઉલ્લેખનિય છે કે રફ હીરાની આયાત-નિકાસ માટે સરકારે GJEPCનું સભ્ય પદ્દ અનિવાર્ય કર્યુ છે.આ માટે સરકારનો ઉદ્દેશ્ય કુદરતી હીરાના પ્રમોશન માટે જીજેઈપીસી દ્વારા તેની સભ્ય કંપનીઓ પાસેથી રફ હીરા ની આયાત-નિકાસના વહેવાર પર 0.02 ટકા લેવી વસૂલવાની છે.આ રકમ કુદરતી હીરા અને હીરા જડીત જ્વેલરીના કારોબારને ગતિ આપવા નેચરલ ડાયમંડ કાઉન્સિલ નામની વૈશ્વિક સંસ્થા સાથે સહયોગ કરવાનો છે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલ નામની વૈશ્વિક સંસ્થા કુદરતી હીરા-ઝવેરાતના પ્રમોશન માટે વિવિધ પોગ્રામનું આયોજન કરે છે,જેમા એડ પ્રમોશન મુખ્ય છે.આ પોગ્રામ માટે મોટા ફંડની જરૂર પડતી હોય છે.જે પૈકી 90 ટકા ફંડ રફ ઉત્પાદક કંપનીઓ પાસેથી 10 ટકા ફંડ જીજેઈપીસી પાસેથી એકત્ર કરાઈ છે.આ 10 ટકા ફંડ માટે જીજેઈપીસી સભ્ય કંપનીઓ પાસેથી રફ હીરાની આયાત-નિકાસ પર 0.02 ટકા લેવી વસુલે છે.પરંતુ જે કંપનીઓ જીજેઈપીસીની સભ્ય નથી તેમની પાસેથી આ લેવી વસુલી શકાતી નથી,પરિણામે આ કંપનીઓને પણ લેવીના દાયરામાં સમાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.