સિંગાપોરમાં હીરા-ઝવેરાતની નિકાસને બમણી કરવાનો જીજેઇપીસીનો ધ્યેય

DIAMOND TIMES – ભારતના હીરા ઝવેરાતને પ્રમોશન આપવા સતત પ્રયત્નશીલ જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ(જીજેઇપીસી)એ સિંગાપોરના ઝવેરાતના કારોબારીઓ સાથે ગત તારીખ 18 મી માર્ચ, 2021ના રોજ ઈન્ડિયા ગ્લોબલ કનેક્ટનું આયોજન કર્યું હતું.આ બેઠકનો ઉદ્દેશ રત્ન અને ઝવેરાત ક્ષેત્રને લઈને હાલના વ્યવસાયિક દૃશ્યને સમજવાનો હતો.બંને દેશોના ઉત્પાદકો, નિકાસકારો અને આયાતકારો વચ્ચે કારોબારને વિસ્તારવા સહીતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સિંગાપોરમાં હીરા – ઝવેરાતના કારોબારમાં ભારતને એક સધ્ધર સોર્સિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રોજેક્ટ કરતા સિંગાપોર ખાતે ભારતના ડેપ્યુટી કમિશનર સિદ્ધાર્થ નાથે કહ્યું કે સિંગાપોર અને ભારત વચ્ચે ખૂબ સારા વેપાર સંબંધો છે.સિંગાપુરમાં હીરા -ઝવેરાતની નિકાસમાં સુધારણા માટે વિપુલ તક અને અવકાશ છે.જીજેઇપીસી દ્વારા આયોજિત ઈન્ડિયા ગ્લોબલ કનેક્ટ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.જેમાં પડકારો અને સમસ્યાઓ અંગે ચર્ચા થાય છે.