જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વતી જીજેઇપીસીએ ઓલિમ્પિક મેડલ વિજેતાઓને સન્માનિત કર્યા

788

DIAMOND TIMES – બેંગલારૂમાં જીજેઇપીસી દ્વારા આયોજીત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે સમાજીક સેવા માટે રચિત જ્વેલર્સ ફોર હોપ અભિયાન અંતર્ગત હોકી ટીમના સભ્ય રૂપિન્દર પાલસિંહ,પેરા-બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર,પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને GJEPCની વાર્ષિક જ્વેલરી ડિઝાઇન સ્પર્ધા એવોર્ડ્સ 2021′ ના વિજેતા દ્વારા ડિઝાઇન કરેલી સુંદર જ્વેલરી (બેજવેલ્ડ બ્રૂચસ) ભેટ આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે કર્ણાટક સરકારના મંત્રીઓ-અધિકારીઓ, જીજેઇપીસી ના ચેરમેન કોલિન શાહ, વાઈસ ચેરમેન વિપુલ શાહ સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સામાજીક સેવના ઉમદા હેતુ સાથે જ્વેલર્સ ફોર હોપ (JFH) અભિયાન જીજેઇપીસી દ્વારા 2014 માં શરૂ કરવામાં આવેલી એક પહેલ છે.જેમા માઈન્સથી માંડીને માર્કેટ સુધીની સમગ્ર ચેઈનમાં સમાવિષ્ટ હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓ,રફ કંફનીઓ,જ્વેલરી કંપનીઓ સામેલ છે.જ્વેલર્સ ફોર હોપ સંસ્થા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સારું કામ કરી રહી છે.આ વર્ષે જ્વેલર્સ ફોર હોપની સહાય માટે સુરત ડાયમંડ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર તેમજ ભારતના 15 રાજ્યોમાં બાળકો,મહિલાઓ અને યુવાનોના સશક્તિ કરણ માટે કાર્યરત એક સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની લાભાર્થી તરીકે પસંદગી કરવામાં આવી હતી.જેમા સુરત ડાયમંડ હોસ્પીટલને રૂપિયા 50 લાખનું માતબર દાન આપવામાં આવ્યુ હતુ.