ડાયમંડ ટાઈમ્સ
જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ભારત સરકારની નવી સુધારેલી ગોલ્ડ મોનિટાઝેશન સ્કીમને આવકારતા સરકારના આ સુધારાલક્ષી પગલાને બિરદાવ્યુ હતુ.કાઉન્સિલને આશા છે કે ભારતિય જ્વેલર્સ આ યોજનાનો આસાનીથી લાભ લઈ શકે તે માટે ઇન્ડિયન બેંક એસોસિએશન ખાસ પહેલ કરશે.નવી સુધારેલી ગોલ્ડ મોનિટાઝેશન યોજના વધુ સુલભ અને સરળ બનાવવા અનેક પાસાઓને આવરી લેવામા આવ્યા છે. જેમાં બેન્કો દ્વારા ભાગીદારીમાં વૃદ્ધિ,ગોલ્ડ ડિપોઝિટ સર્ટિફિકેટ્સનું ડિમેટિરેલાઇઝેશન કરી તેને જવેલર્સ માટે મોર્ટગેજેબલ બનાવવા,જ્વેલર્સને પ્રોત્સાહિત કરવા,સોનાની શુદ્ધતા પરીક્ષણ કેન્દ્રો સ્થાપવા અને રિફાઇનરીઓ -વેપારીઓને ગોલ્ડ સ્પોટ એક્સ્ચેંજ પાસેથી સોનું ખરીદવાની મંજૂરી આપવા સહીત અનેક બાબતો સામેલ છે.ગોલ્ડ મોનિટાઝેશન સ્કીમથી જવેલર્સને લોન આપવાની બાબતમા બેંકોની ભાગીદારીમાં વધારો કર્યો છે.વળીસરકારે ખાનગી બેંકોની ભાગીદારીની પણ દરખાસ્ત કરી છે.
જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે નવી સુધારેલી ગોલ્ડ મોનિટાઝેશન સ્કીમમાં જીજેઇપીસીની તમામ ભલામણો સ્વીકારી તે સમગ્ર ઉદ્યોગ માટે એક મોટી જીત છે.દેશમા અનામત જથ્થા તરીકે પડેલા હજારો ટન સોનાનો ઉપયોગ થશે.આ પગલાથી માત્ર ઉપભોક્તા – રિટેલર અને બેંકોને જ નહીં,પરંતુ સમગ્ર દેશને ફાયદો થશે.એક અંદાજ મુજબ ભારત પ્રતિવર્ષે લગભગ 700 ટન સોનાની આયાત કરે છે. ભારત પછી ચીન દુનિયાનો બીજા નંબરનો સોનાનો વપરાશકાર દેશ છે.સિસ્ટમમાં સ્થાનિક ગોલ્ડનો ઉમેરો થવાથી પ્રારંભમા સોનાની આયાતમા ત્રણ વર્ષની અંદર નોંધપાત્ર રીતે 30 ટકા જેટ્લો ઘટાડો થશે.ત્યારબાદ આગામી વર્ષોમા સોનાની આયાતની ટકાવારીમાં જંગી ઘટાડો થશે.