DIAMOND TIMES – ભારત સરકારના વાણિજ્ય વિભાગના સહયોગથી આયોજીત થનારા આઇજીજેએસ દુબઇમાં 80 જેટલા બૂથમાં પ્લેન ગોલ્ડ જ્વેલરી,ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી તેમજ લુઝ હીરા અને રત્નો પ્રદર્શિત કરશે, નિહાળવા અને ખરીદવા સમગ્ર વિશ્વના જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના હોલસેલ વેપારીઓ,આયાતકાર કંપનીઓ , જ્વેલરી ડિઝાઈન હાઉસ,જ્વેલરી ઉત્પાદકો વિશાળ સંખ્યામાં આ શો ની મુલાકાત લે તેવી અપેક્ષા છે.ઉલ્લેખનિય છે કે આ જ્વેલરી શો ને દુબઇ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગ્રુપ તેમજ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ (IGI) દ્વારા સહ-પ્રાયોજિત કરાયો છે.
વર્તમાન સમયે દુબઈમાં આયોજીત બિઝનેસ એક્સ્પોની ચોમેર ચર્ચાઓ ચાલી રહી છે.દુબઈ બિઝનેસ એક્સ્પોમાં ભારત ના પેવેલિયન તરફથી સકારાત્મક સંદેશ મળી રહ્યા છે.આવા ઉત્સાહજનક માહોલ વચ્ચે આગામી 11 થી 13 ઓક્ટોબર દરમિયાન દુબઇમાં આંતરરાષ્ટ્રીય જેમ એન્ડ જ્વેલરી શો યોજાવાનો છે.જેને લઈને સમગ્ર હીરા અને ઝાવેરાત ઉદ્યોગમાં ઉત્સાહનું વાતાવરણ છે.બેંગલુરુમાં GJEPC ના IIJS પ્રીમિયરની આશ્ચર્યજનક સફળતા પછી કોરોના પછી જીજેઇપીસી દ્વારા દુબઈમાં પ્રથમ વખત આયોજીત થનારા આ ઇન્ટરનેશનલ જ્વેલરી પ્રદર્શનમાં 35 થી અધિક દેશોના 450થી પણ વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો મુલાકાતે આવે તેવી અપેક્ષાઓ છે.
GJEPC ના ચેરમેન કોલિન શાહે કહ્યું કે દુબઈમાં ગ્રાન્ડ હયાત હોટલ ખાતે IGJS યોજવાની UAE સરકારે મંજૂરી આપી તે બદલ અમો તેના આભારી છીએ.કોરોના મહામારી વચ્ચે પણ વૈશ્વિક માંગમાં વૃદ્ધિના પગલે ભારતની હીરા-ઝવેરાતની નિકાસને વેગ મળ્યો છે.ભારતમાથી થતી હીરા-ઝવેરાતની કુલ નિકાસમાં મધ્ય પૂર્વના દેશોનો આશરે 40 ટકા જેટલો જંગી ફાળો છે.ઉપરાંત ભારતમાથી અખાતી દેશો,રશિયા,પૂર્વીય યુરોપ,મધ્ય એશિયા, દક્ષિણ અને પૂર્વ એશિયા,ઉત્તર અને પૂર્વ આફ્રિકા સહીતના સૌથી વ્યૂહાત્મક જ્વેલરી બજારો માટે દુબઈ મહત્વપુર્ણ જ્વેલરી ગેટવે છે.
GJEPC ના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોના કન્વીનર દિલીપ શાહે જણાવ્યું હતું કે IGJS દુબઇ શોમાં અત્યાર સુધીમાં 450થી પણ વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો નોંધાયા છે.જેમા રશિયા,સાઉદી અરેબિયા,બહેરીન, બાંગ્લાદેશ,ઈરાન, લેબેનોન, ઉઝબેકિસ્તાન,યુએઈ, યુએસએ,નેપાળ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઇજિપ્ત, ફ્રાન્સ, ઇટાલી, કુવૈત અને ઓમાન સહિતના દેશોના ખરીદદારોનો સમાવેશ થાય છે.
જીજેઇપીસીના રિજિયનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયાની સરાહનિય કામગીરી : સુરત ડાયમંડ બુર્સને પ્રમોટ કર્યુ
જીજેઇપીસીના રિજિયનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયા ભારતના જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.હીરા અને ઝવેરાત ઉદ્યોગની સમસ્યા નિવારવામાં પણ તેમનુ ખાસ યોગદાન રહ્યુ છે.દુબઈમાં આયોજીત થનારા IGJSના આયોજનને અનુલક્ષીને દીનેશભાઈ નાવડીયાએ દુબઈ પહોંચી જઈ પોતાની કામગીરી આરંભી દીધી છે. તેમણે સુરત ડાયમંડ બુર્સનું પ્રમોશન કરીને દુબઈની મોટી દશ કંપનીઓને સુરત ડાયમંડ બુર્સમાં રોકાણ કરવા મનાવી લીધી છે.આ ઉપરાંત તેઓ અન્ય કંપનીઓ સાથે ધડાધડ મીટીંગો કરી રહ્યા છે.તેમની આ કામગીરી આ વિડીયોના માધ્યમથી નિહાળીએ…