DIAMOND TIMES – ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ભારતની મોટી જ્વેલરી ટ્રેડ બોડી જેમ અને જ્વેલરી નિકાસ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) એ પહેલો આંતરરાષ્ટ્રીય જેમ એન્ડ જ્વેલરી શો (IGJS)દુબઇમાં 14 થી 16 ઓગસ્ટ દરમિયાન યોજવાની જાહેરાત કરી છે.આ ટ્રેર્ડફેરમાં 150૦ જેટલા બૂથમાં જીજેઇપીસીની સભ્ય કંપનીઓને ભાગ લેવા માટે અગ્રતા આપવાની સાથે મધ્ય પૂર્વ દેશોના ખરીદદારોને લક્ષ્યાંક બનાવશે.ઉલ્લેખનિય છે કે કોવિડના કારણે ભારત અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે હવાઈ મુસાફરી હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે.પરંતુ ભારતમાં કોરોના પર નિયંત્રણ આવી જતા જૂનનાં અંત સુધીમાં બંને દેશો વચ્ચે હવાઈ સેવા પુર્વવત્ત થઈ જવાનો જીજેઇપીસીએ આશાવાદ વ્યકત કર્યો છે.
દુબઈમાં આયોજીત થનારા જેમ એન્ડ જ્વેલરી શો અંગે પ્રતિસાદ આપતા જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે આ ટ્રેડ ફેર આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ભારતિય જ્વેલરી ઉત્પાદકો સાથે જોડાવાનો એક આદર્શ રસ્તો હશે.આ જ્વેલરી શો માં પ્લેન તેમજ સ્ટડેડ જ્વેલરીની વિવિધ કેટેગરીઝ,લુઝ હીરા અને રંગીન રત્નો પ્રદર્શનમાં મુકવામાં આવશે.કોવિડ પર નિયંત્રણ આવી જતા અમેરીકા,હોંગકોંગ,ચીન અને યુએઈ સહીતના નિકાસ બજારોએ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી દેતા હીરા અને હીરા જડીત આભુષણોની નોંધપાત્ર માંગ જોવા મળી રહી છે.મધ્ય પૂર્વના દેશો ભારતીય રત્ન અને દાગીનાના વેપારના સૌથી મહત્વપૂર્ણ નિકાસ સ્થળોમાંનું એક છે.ભારતમાથી વિદેશમા થતી જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં મધ્ય પૂર્વના દેશોનો 40 ટકા જેટલો જંગી હિસ્સો છે.
ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પ્રગતિ માટે અત્યંત મહત્વપુર્ણ ગણાતા અને ભારતના વિવિધ શહેરોમાં યોજાતા મોટાભાગના જ્વેલરી શો કોરોનાના કારણે રદ્દ કરવા પડયા છે.ફેબ્રુઆરી 2020 પછી કોઈ મોટા શો ના આયોજન થઈ શક્યા નથી.એપ્રિલ-2021માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો(IIJS) નું મુંબઈમાં પ્રદર્શન યોજાવાનું હતુ પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને રદ કરવાની ફરજ પડી હતી.જેથી હવે તમામ લોકોની આશાભરી નજર આગામી ઓગષ્ટમાં દુબઈમાં આયોજીત થનાર આંતરરાષ્ટ્રીય જેમ એન્ડ જ્વેલરી શો પર કેન્દ્રીત થઈ છે.