લાસવેગાસ શો માં ભાગ લેવા ઉત્સુક સભ્યો માટે જીજેઇપીસીએ જાહેર કરી એડવાઈઝરી

1052

DIAMOND TIMES – લાસવેગાસ શો માં ભાગ લેવા ઉત્સુક સભ્યો માટે જીજેઇપીસીએ એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમા જણાવવામાં આવ્યુ છે કે આગામી 27 થી 30 ઓગષ્ટ-2021 દરમિયાન નેવાડા શહેરના વેનેટીયન રિસોર્ટ એન્ડ સેન્ડસ ( VENETIAN RESORT & SANDS) ખાતે આયોજીત થનાર જેસીકે એક્ઝિબિશન ઉત્તર અમેરિકાની અગ્રણી જ્વેલરી ઇવેન્ટ છે. આ ઇવેન્ટ જ્વેલરીની નિકાસ વધારવામાં મહત્વનો ફાળો આપે છે.અમેરીકા ભારતના રત્ન અને ઝવેરાત ક્ષેત્રનું સૌથી મોટું બજાર છે. પરિણામે જેસીકે લાસવેગાસ શો-2021માં ભાગ લેવા અમેરીકાની યાત્રા કરવા હીરા અને ઝવેરાત ક્ષેત્રના ભારતિય કારોબારીઓ ઉત્સુક હોય તે સ્વાભાવિક છે.

પરંતુ કોરોના મહામારીના કારણે અમેરીકાની યાત્રા માટે વિઝાની પ્રક્રીયા અત્યંત મર્યાદિત કરવામાં આવી છે.જો કે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જોગવાઈઓની શ્રેણી હેઠળ કેટલીક છૂટ મળી છે.જેમાં 16 જેટલા નિર્ણાયક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.તેમા આઉટડોર ઇવેન્ટ્સ મેળાઓને વ્યવસાયિક સુવિધા ક્ષેત્ર હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલ છે. જીજેઇપીસીએ ઉપરોક્ત જોગવાઈઓ હેઠળ જેસીકે લાસ વેગાસ માટે યુએસએ જવા માટે એનઆઈઇ હેઠળ ખાસ પરવાનગી આપવા નવી દીલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસનો સંપર્ક કર્યો છે.જીજેઇપીસી દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીનુ ચુસ્ત રીતે પાલન કરી તેને અનુસરવાની જીજેઇપીસીએ જેસીકે લાસ વેગાસ 2021માં ભાગ લેતા સભ્યોને સલાહ આપી છે.

વધુ વિગતો માટે  https://www.ustraveldocs.com/in/expedited -appointment.html મુલાકાત લઈ શકો છો.

 તેમજ અંગ્રેજીમાં એડવાઈઝરી વાંચવા અહીં ક્લીક કરો  https://diamondtimes.in/gjepc-announces-advisory-for-members-eager-to-participate-in-the-las-vegas-show/